યુદ્ધના ભણકારાઃ અમેરિકાનું લિંકન જહાજ ઈરાન સરહદે પહોંચતા તેહરાનમાં હાઈ એલર્ટ
વાશિગ્ટન, ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જહાજ ઈરાન સરહદ નજીક તૈનાત કરી દીધું છે, જેના જવાબમાં ઈરાને પણ યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે.અમેરિકન નૌકાદળનું સૌથી વિધ્વંસક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન હવે ઈરાનની સાવ નજીક પહોંચી ગયું છે.
આ યુદ્ધ જહાજ માત્ર એક જહાજ નથી, પરંતુ સમુદ્ર પર ચાલતો-ફરતો એક અભેદ કિલ્લો છે. તેની સાથે ગાઈડેડ મિસાઈલ ક્‰ઝર, સબમરીન અને અદ્યતન વિનાશક જહાજોનો આખો સ્ટ્રાઈક ગ્›પ ચાલે છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ બેડો એકલો જ ઈરાની સેનાને ભારે પડી શકે તેમ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નિવેદન આપ્યું હતું કે ઈરાન વાતચીત માટે ઉત્સુક છે. જોકે, ઈરાને આ વાતને ફગાવતા વોશિંગ્ટનને સીધી ચેતવણી આપી છે.
ઈરાની રિવોલ્યુશનરી ગાડ્ર્સના કમાન્ડરે જણાવ્યું છે કે દેશમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો છતાં તેમની સેના સંપૂર્ણ સજ્જ છે અને તેમની “આંગળીઓ અત્યારે ટ્રિગર પર જ છે.” આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ઈરાન કોઈ પણ હુમલાનો સામનો કરવા તૈયાર છે.સંરક્ષણ નિષ્ણાતોના મતે અમેરિકા પાસે એવા હથિયારો છે જે મિનિટોમાં ઈરાનના મિસાઈલ સાઈટ્સ અને પરમાણુ ઠિકાણાઓને નેસ્તનાબૂદ કરી શકે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા ઈઝરાયલ પણ સતર્ક થઈ ગયું છે. ઈઝરાયલની સેના એ દેશમાં એલર્ટ લેવલ વધારી દીધું છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓને એક્ટિવ કરી દેવામાં આવી છે. ઈઝરાયલની સેના ચીફ એયાલ જામિરે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ કોઈપણ ‘સરપ્રાઈઝ વોર’ માટે તૈયાર છે અને તેમની સેના હાઈ એલર્ટ પર છે.SS1MS
