સાણંદમાં ૫૦૦ કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે
નવી દિલ્હી, ઓટોમોબાઈલ અને ફાર્મા હબ તરીકે જાણીતું સાણંદ હવે સ્પેસ ટેકનોલોજીનું કેન્દ્ર બનશે. અહીંના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઝિસ્ટા સ્પેસ દ્વારા ¹ ૫૦૦ કરોડના રોકાણ સાથે દેશની પ્રથમ પ્રાઈવેટ ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જ્યાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી સેટેલાઈટનું નિર્માણ કરવામાં આવશે.
ઓટોમોબાઈલ અને ફાર્મા હબ તરીકે પ્રખ્યાત સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઝિસ્ટા સ્પેસની અત્યાધુનિક ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ દેશનો પ્રથમ ઈન્ટિગ્રેટેડ પ્રાઈવેટ સેટેલાઈટ પ્લાન્ટ બનશે, જ્યાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી સેટેલાઈટનું નિર્માણ કરવામાં આવશે.આ ફેક્ટરીમાં સેટેલાઈટના ડિઝાઇનિંગથી લઈને તેના ફાઈનલ ટેસ્ટિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ એક જ છત નીચે સંપન્ન કરવામાં આવશે, જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક સજ્જતામાં પાયાનું યોગદાન આપશે.
સાણંદની પસંદગી અંગે અઝિસ્ટા સ્પેસના એમ.ડી. શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ એ સેટેલાઈટના હૃદય સમાન ગણાતા પેલોડનું મુખ્ય કેન્દ્ર હોવાથી અમે આ વિસ્તારની પસંદગી કરી છે.
કંપનીએ સિલિકોન કાર્બાઇડ મિરર જેવી જટિલ ટેકનોલોજીનું ભારતની ધરતી પર જ સફળતાપૂર્વક નિર્માણ કરીને પોતાની ટેકનિકલ ક્ષમતા પુરવાર કરી છે. ઈસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થનારો આ પ્લાન્ટ આગામી સમયમાં વૈશ્વિક સ્પેસ માર્કેટમાં ભારતને મજબૂત સ્થાન અપાવશે.SS1MS
