બેંગલુરુ એરપોર્ટ પર કોરિયન મહિલા સાથે બેગ ચેકિંગના બહાને છેડછાડ
બેંગલુરુ, કર્ણાટકની રાજધાની બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર દક્ષિણ કોરિયાની એક મહિલા પ્રવાસીએ એરપોર્ટના કર્મચારી પર જાતીય શોષણનો ગંભીર આરોપ મૂક્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના ૧૯ જાન્યુઆરીની છે. પીડિત મહિલાએ પોતાની ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી ત્યારે આરોપી કર્મચારીએ તેને રોકી હતી. આરોપીની ઓળખ અફાન અહમદ તરીકે થઈ છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
આરોપીએ મહિલાને જણાવ્યું હતું કે તેના ચેક-ઇન બેગેજમાંથી ‘બીપ’ અવાજ આવી રહ્યો છે અને તેના સામાનની વિગતવાર તપાસ જરૂરી છે. તેણે દાવો કર્યાે હતો કે કાઉન્ટર પર વિગતવાર તપાસ કરવાથી તેની ફ્લાઇટ મોડી પડશે આથી તેના બદલે વ્યક્તિગત તપાસ (પર્સનલ ચેક) કરવાનું કહ્યું હતું.
ત્યારબાદ તે કર્મચારી કથિત રીતે મહિલાને વોશરૂમની નજીક લઈ ગયો, જ્યાં તેણે વારંવાર તેના છાતી અને ખાનગી અંગોને સ્પર્શ કર્યા, અને બાદમાં તેની મરજી વિરુદ્ધ પાછળથી તેને બાહુપાશમાં લઈ લીધી હતી.
ફ્લાઈટ ચૂકી જવાના ડરથી મહિલાએ વાત માની લીધી હતી. આ જ બહાને આરોપીએ ટિકિટ અને સામાનની તપાસ કરવાનો દેખાવ કરીને મહિલાની સાથે કથિત રીતે યૌન છેડછાડ કરી હતી. જ્યારે મહિલાએ વિરોધ કર્યાે, ત્યારે તેણે કથિત રીતે કહ્યું, “ઠીક છે, થેન્ક યુ,” અને ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટનાથી ગભરાઈ ગયેલી મહિલાએ તરત જ એરપોર્ટ સિક્યુરિટીમાં ફરિયાદ નોંધાવી હતી.SS1MS
