Western Times News

Gujarati News

મણિપુરમાં મૈતેઇ યુવકનું અપહરણ કર્યા બાદ હત્યા કરી દેવાઈ

ઇમ્ફાલ, મણિપુરમાં ચુરાચાંદપુર જિલ્લામાં કેટલાંક સશસ્ત્ર હુમલાખોરો દ્વારા એક મૈતેઇ યુવકનું કથિત રીતે અપહરણ કરી ગોળી મારી હત્યા કરવામાં આવતા મણિપુરમાં ફરી તણાવ સર્જાયો છે.

આ યુવક નેપાળથી તેની પત્નીને મળવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. હુમલાખોરો દ્વારા રેકોર્ડ કરાયેલો યુવકની અંતિમ ક્ષણો દર્શાવતો હૃદયદ્રાવક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વ્યાપક રોષ અને વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.

મૃતકની ઓળખ માયાંગલંબમ ઋષિકાંત સિંહ તરીકે થઈ છે, જે ઋષિકાંત માયાંગલંબા અથવા તેના આદિવાસી નામ ગિનમિન્થાંગ તરીકે પણ ઓળખાતો હતો. તે કાકચિંગ જિલ્લાના કાકચિંગ ખુનૌ ગામનો રહેવાસી હતો. છેલ્લાં બે વર્ષથી નેપાળમાં કામ કરતો ઋષિકાંત રજા પર પરત આવ્યો હતો અને પોતાની પત્ની ચિંગ્નુ હાઓકિપને મળવા આવ્યો હતો.

માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, ૨૧ જાન્યુઆરીના રોજ સાંજે આશરે ૬ઃ૩૦ વાગ્યે કાળા રંગની એસયુવીમાં આવેલા સશસ્ત્ર લોકો દ્વારા દંપતીના ઘરે પહોંચી ઋષિકાંતનું અપહરણ કરવામાં આવ્યું હતું.

પત્નીએ પોલીસને જણાવ્યું કે ચાર બુકાનીધારી પુરુષો તેના પતિને શોધતા આવ્યા હતા, જે પૈકી બે ઘરમાં પ્રવેશ્યા હતા અને એક હથિયાર સાથે હતો.દંપતીને હેંગલેપ પોલીસ સ્ટેશન હેઠળ આવેલા નાટજાંગ વિસ્તાર તરફ લઈ જવાયા હતા. બાદમાં ચિંગ્નુ હાઓકિપને છોડવામાં આવી હતી. પરંતુ ઋષિકાંતને થોડું દૂર લઈ જઈ ગોળી મારી હત્યા કરવામાં આવી.

હત્યાની ખબર ફેલાતાં કાકચિંગ ખુનૌ લામખાઈમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યાં છે.સ્થાનિક લોકોએ માર્ગ અવરોધ કરીને એક મૈતેઇ નાગરિકની નિર્મમ હત્યાની નિંદા કરી છે. પ્રદર્શનકારોએ વહીવટી નિષ્ફળતાનો આક્ષેપ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી તેમજ રાજ્યપાલ કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યાનો આરોપ મૂક્યો છે.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે પીડિતની અંતિમ ક્ષણો દર્શાવતો વિડિયો રાત્રે આશરે ૯ઃ૩૦ વાગ્યે વોટ્‌સએપ પર ફરતો થયો હતો. જે કથિત રીતે ગુવાહાટી આધારિત એક આઈપી સરનામાથી મોકલાયો હતો. વિડિયોમાં ઋષિકાંત ઘૂંટણિયે બેઠેલો, ભયભીત હાલતમાં પોતાના જીવ માટે વિનંતી કરતો જોવા મળે છે,SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.