Western Times News

Gujarati News

ફ્લોરિડા એક વર્ષ માટે એચ-૧બી વિઝા હેઠળ ભરતી પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં

મિયામી, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈમિગ્રેશનના નિયમો આકરાં બનાવતાં ભારત સહિતના દેશો મુશ્કેલીમાં મુકાયા છે. હવે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને સંશોધકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

ફ્લોરિડાની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એચ-૧બી વિઝા કાર્યક્રમ હેઠળ નવી કર્મચારીઓની ભરતી કરવા પર લગભગ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ નીતિ પર આગામી ૨૯ જાન્યુઆરીએ સ્ટેટ યુનિવર્સિટી સિસ્ટમ ઓફ ફ્લોરિડાના બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા મતદાન કરવામાં આવે તેવી શક્યતા છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો ફ્લોરિડાની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓના ટ્રસ્ટી બોર્ડ ૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી એચ-૧બી વિઝા પ્રોગ્રામ હેઠળ કોઈ પણ નવા કર્મચારીની ભરતી કરી શકશે નહીં.

આ પગલાથી ખાસ કરીને સંશોધન અને શૈક્ષણિક વિભાગોમાં કામ કરવા ઈચ્છતા ભારત સહિતના દેશના પ્રોફેશ્નલ્સ પર સીધી અસર પડશે. એચ-૧બી વિઝા કાર્યક્રમના પ્રખર વિરોધી એવા ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસનું માનવું છે કે, અમેરિકાની યુનિવર્સિટીઓ લાયક અમેરિકન નાગરિકોને બદલે વિદેશી કામદારોને પ્રાથમિકતા આપી રહી છે. કરદાતાઓના પૈસાથી ચાલતી સંસ્થાઓમાં પ્રથમ અધિકાર સ્થાનિક યુવાનોનો હોવો જોઈએ.

ગયા વર્ષે તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે ફ્લોરિડાની સંસ્થાઓમાં એચ-૧બી વિઝાનો દુરુપયોગ સહન નહીં કરીએ.ફ્લોરિડાની આ દરખાસ્ત એચ-૧બી અંગેના ટ્રમ્પ વહીવટીતંત્રના આક્રમક વલણને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી એચ-૧બી વિઝા અરજીઓ પર ૧,૦૦,૦૦૦ ડોલર ( અંદાજે રૂ.૯૦ લાખ રૂપિયા)ની તોતિંગ ફી લાદવાની જાહેરાત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.