Western Times News

Gujarati News

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

નવી દિલ્હી, દેશના ઉત્તરભાગમાં ફરી એકવખત આકરી ઠંડીની શરૂઆત થઇ છે. અનેક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવનને અસર થઇ છે. જોકે વરસાદને કારણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતો અને પર્યટકોને થોડીક રાહત મળી છે.

દેશમાં ફરી એક વખત ઠંડી પાછી ફરશે તેવી આગાહી કરવામાં આવી છે.જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં થયેલી તાજી હિમવર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.

માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને કાશ્મીરમાં ૨૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રખ્યાત સ્કીઈંગ રિસોર્ટ ગુલમર્ગમાં બે ફૂટથી વધુ તાજી હિમવર્ષા થઈ છે, જ્યારે ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ પ્રવાસી રિસોર્ટમાં છ ઇંચથી વધુ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ રિસોર્ટમાં અંદાજે ત્રણ ઇંચ હિમવર્ષા નોંધાઈ છે.

દિલ્હીમાં વર્ષનો પ્રથમ વરસાદ નોંધાયો હતો. જમ્મુ-કાશ્મીરના સત્તાવાળાઓએ નવેસરથી હિમવર્ષા બાદ છ જિલ્લાઓ માટે અતિ જોખમી હિમપ્રપાતની ચેતવણી જારી કરી છે.આગામી ૨૪ કલાક દરમિયાન મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ૨,૩૦૦ મીટરથી વધુની ઊંચાઈએ અતિ જોખમી સ્તરના હિમપ્રપાત થવાની સંભાવના છે.

આગામી ૨૪ કલાક દરમિયાન મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ૨,૩૦૦ મીટરથી વધુની ઊંચાઈએ અતિ જોખમી સ્તરના હિમપ્રપાત થવાની સંભાવના છે. અધિકારીઓએ રહેવાસીઓને સાવચેત રહેવા અને હિમપ્રપાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.