Western Times News

Gujarati News

ગુજરાતમાં સીંગતેલના ભાવમાં રૂપિયા ૪૦ નો ધરખમ વધારો

અમદાવાદ, ગુજરાતના મોંઘવારી સતત વધી રહી છે. તેમજ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સીંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો હતો. આ સાથે એક મહિનામાં સીંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦૦નો વધારો થયો છે.

રાજ્યમાં મગફળીનું વિક્રમ જનક ઉત્પાદન છતાં ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યાં છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન ૩૦ ટકા વધવા છતા જનતાને સીંગતેલના ભાવમાં કોઈ રાહત મળી નથી રહી. સીંગતેલના ભાવમાં એક મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. સરકાર પણ તેલિયા રાજાની મનમાની સામે લાચાર જણાઈ રહી છે.

એક મહિના પહેલા સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૨૫૯૦ હતા જ્યારે હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૭૮૫ થયા છે. સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને નફાખોરીને કારણે ગ્રાહકોને મોંઘું તેલ ખરીદવાની ફરજ પડી રહી છે.

માત્ર સીંગતેલ જ નહીં, અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલમાં એક મહિનામાં ૧૧૫ રૂપિયાનો વધારો. પામતેલમાં એક મહિનામાં ૧૦૫ રૂપિયાનો વધારો. રૅકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચેલા કોપરેલ તેલમાં મહિનામાં ૫૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.