શનાયા કપૂર અને આદર્શ ગૌરવ જીવવા માટે મગર સાથે લડશે
મુંબઈ, બિજોય નામ્બિયારની આવનારી ફિલ્મ ‘તું યા મેં’નું ટ્રેલર ગુરુવારે લોંચ કરવામાં આવ્યું છે. જેમાં શનાયા કપૂર અને આદર્શ ગૌરવ લીડ રોલમાં છે. યુટ્યુબ પર ત્રણ મિનિટ લાંબુ ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે. વીડિયોની શરૂઆત રેખા અને રાકેશ રોશનની ક્લાસિક ફિલ્મ ‘ખૂન ભરી માંગ’ના એક દૃશ્યથી થાય છે.
આ એક સર્વાઇવલ થ્રિલર ફિલ્મ છે. જેમાં શનાયા અને આદર્શ કન્ટેન્ટ ક્રિએટર્સના રોલમાં છે. શનાયા મિસ વેનિટીનો રોલ કરે છે, જ્યારે આદર્શ નાલાસોપારાનો એક આત્મવિશ્વાસુ ક્રિએટર છે.
બે અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના ફોલોવર્સને ઉત્સુકતા અને કેમેસ્ટ્રી સાથેના એક કોલબરેશનમાં સાથે જોવા મળે છે.શરૂઆત તો એક મજાના કોલબરેશન સાથે થાય છે, પરંતુ તેમનું આ એડવેન્ચર એક જોખમી વળાંક લે છે અને તેઓ બંને એક ખાલી સ્વીમિંગપૂલમાં ફસાઇ જાય છે, જેમાં લોહીના ડાઘ છે અને તેમાં લોહિ તરસ્યો મગર રહે છે, જેનાથી બચવું મુશ્કેલ છે.
ત્યારે આદર્શ અને શનાયા જીવવા માટે આ મગરનો કઈ રીતે સામનો કરે છે, તે જોવા માટે ફિલ્મ જોવી જરૂરી છે. આ સ્વીમિંગપૂલમાંથી પોતાનો જીવ બચાવીને ભાગવા માટે શનાયા અને આદર્શ ગળાડૂબ ટનલમાંથી પસાર થતા અને ભાગતા પણ જોવા મળે છે.
ટ્રેલરમાં મગર શનાયાને ખેંચી જવા કોશિશ કરે છે, ત્યારે શનાયાને ભયંકર પીડામાં પણ જોઈ શકાય છે. એક જંગલમાં મગર કોઈ શરીર ખેંચી જતો દેખાય છે, ત્યાં ટ્રેલર પુરું થાય છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકોને આ ટ્રેલર ઘણું પસંદ પડ્યું છે. લોકોએ કહ્યું કે આ કલાકારોની ફિલ્મ પાસે આવી અપેક્ષા બિલકુલ નહોતી.
સોશિયલ મીડિયા યુઝર્સે શનાયાની એક્ટિંગના વખાણ પણ કર્યા છે તો કેટલાંક લોકોએ આ ફિલ્મને શાહિદ અને તૃપ્તિની ઓ’રોમિયોની ટક્કરની ફિલ્મ પણ ગણાવી છે. આ ફિલ્મ પણ ૧૩ ફેબ્›આરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ બિજોય નામ્બિયારે ડિરેક્ટ કરી છે અને આનંદ એલ.રાય, હિમાંશુ શર્માના કલર યલો બેનર અને ભાનુશાલી સ્ટુડિયોઝ લિમિટેડે સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ બેંગ્કોકમાં શૂટ થઈ છે.SS1MS
