રાશા થડાનીએ હવે સંગીતની દુનિયામાં પણ ડેબ્યુ કર્યું
મુંબઈ, રવિના ટંડનની દિકરી રાશા થડાનીએ થોડાં વખત પહેલાં જ એક્ટિંગમાં આઝાદ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. હવે તે સંગીતની દુનિયામાં પણ ડેબ્ઉ કરવા જઈ રહી છે. તેણે આવનારી ફિલ્મ ‘લાઈકી લાઈકા’નું રિલીઝ થયેલું પહેલું ગીત ‘છાપ તિલક’ ગાયું છે.
અત્યાર સુધી પડદા પર ધુમ મચાવતી રાશા હવે એક નવી શૈલીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રાશાએ ગાયેલું આ ગીત ઇન્ડી-ફોક બેન્ડ ફરીદકોટ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. ફરીદકોટનું સંગીત પરંપરાગત ધુનથી પ્રેરિત હોવા છતાં તેને આધુનિક અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે.
‘છાપ તિલક’માં પણ જમીન સાથે જોડાયેલો અને સાદો સાઉન્ડ સાંભળવા મળે છે. રાશાનો અવાજ અલગથી ચમકાવવાનો પ્રયાસ કર્યા વિના ગીતના માહોલમાં સહજ રીતે ભળી જાય છે. આ અભિગમ પરંપરાગત બોલિવૂડ લોન્ચ સોંગથી અલગ છે અને તેના માટે વધુ શાંત, કહાની આધારિત શૈલી પસંદ કરવામાં આવી છે.
સૌરભ ગુપ્તા દિગ્દર્શિત ‘લાઈકી લાઈકા’ને એક યંગ લવસ્ટોરી તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે, જેમાં લાગણીઓ, પોતાની ખામીઓ ખુલી પાડવી કે પ્રેમ માટેના સંઘર્ષ જેવી બાબતો આધારીત સ્ટોરી છે. ફિલ્મનો પહેલો લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે, જેમાં રોમાન્સ સાથે ભાવનાત્મક અને પરિસ્થિતિજન્ય તણાવની ઝલક જોવા મળે છે. આથી એવું લાગે છે કે ફિલ્મ માત્ર સીધી સાદી લવ સ્ટોરી નહીં, પરંતુ વધુ ઊંડાણપૂર્વક કહાની હશે.
ફિલ્મનું પ્રોડક્શન ભાવના તલવાર અને રાઘવ ગુપ્તા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભાવના તલવાર ફેન્ટમ સ્ટુડિયોઝમાં પણ મહત્વપૂર્ણ ક્રિએટિવ ભૂમિકા ભજવે છે. પ્રોડક્શનનું ફોકસ પાત્રો અને વાર્તા પર છે, જ્યાં સંગીતને માત્ર નફો કમાવાના એક પાસાં તરીકે નહીં પરંતુ ફિલ્મની વાર્તાને આગળ વધારતો મહત્વનો ભાગ બનાવવામાં આવ્યો છે.
‘છાપ તિલક’ દ્વારા દર્શકોને ફિલ્મની સંગીતમય સંવેદનશીલતા સાથે પરિચય કરવામાં આવ્યો છે અને સાથે જ રાશા થડાનીના વધતા ક્રિએટિવ ઇન્વોલ્વમેન્ટની ઝલક પણ મળે છે. ગીતને પોતાનો અવાજ આપીને રાશાએ ફિલ્મના માહોલ અને ટોન ઘડવામાં વધુ સક્રિય ભૂમિકા નીભાવી છે. આ વર્ષે ઉનાળામાં રિલીઝ થનારી ‘લાઈકી લાઈકા’ ધીમે ધીમે તેના પ્રોમોશનલ કન્ટેન્ટ દ્વારા ચર્ચામાં આવી રહી છે. પહેલો લુક અને પહેલું ગીત રિલીઝ થયા બાદ ફિલ્મની થિયેટ્રિકલ રિલીઝ માટે માહોલ બની રહ્યો છે, જ્યારે ‘છાપ તિલક’ રાશા થડાનીના કૅરિઅરમાં મહત્વનું પગથિયું બની શકે છે.SS1MS
