આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ સાથે રહેવા જશે
મુંબઈ, બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને તેમની પાર્ટનર ગૌરી સ્પ્રેટ હવે સાથે રહેવાની તૈયારી કરી રહ્યાં છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ, આમિર અને ગૌરી એક જ ઘરમાં રહેવા જઇ રહ્યાં છે, જે વિસ્તાર આમિરના પરિવારના અન્ય સભ્યો રહે છે તે જ લોકાલિટીમાં આવેલો છે.તાજેતરમાં આમિર ખાને પોતે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ અને ગૌરી એકબીજા પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને તેમનો સંબંધ મજબૂત અને પ્રતિબદ્ધ છે.
જોકે, હાલ લગ્ન કરવાનો કોઈ તાત્કાલિક વિચાર નથી.ઉલ્લેખનીય છે કે આમિર ખાને ગયાં વર્ષે પોતાનાં ૬૦મા જન્મદિવસના અવસરે ગૌરી સ્પ્રેટને પ્રથમ વખત મીડિયાથી પરિચિત કરાવી હતી. ત્યારબાદ બંનેને અનેક સામાજિક અને ફિલ્મી કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યાં છે. તેમની હાજરીએ હંમેશા ચર્ચા જગાવી છે.આમિરના કહેવા પ્રમાણે, તેઓ અને ગૌરી એકબીજાની સાથે ખુશ છે અને સંબંધને સમય આપવા માંગે છે.
લગ્ન અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ બંને એકબીજાને સારી રીતે સમજવા અને સાથે સમય વિતાવવા પર વધુ ભાર મૂકી રહ્યાં છે.ફેન્સ માટે આમિર અને ગૌરીનો સાથે રહેવાનો નિર્ણય એક નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પણ આ જોડીને લઈને ચર્ચાઓ તેજ બની છે.SS1MS
