ડાયરેક્ટર અને મીડિયા નોડલ ઓફિસર અમિત રાડિયાનું બહુમાન કરાયું
૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૬ ની ઉજવણીના અવસરે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા Special Intensive Revision (SIR) પ્રક્રિયામાં નોંધપાત્ર અને સમર્પિત સેવાઓ આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ઑડિટોરિયમ ખાતે આયોજિત આ ગૌરવપૂર્ણ સમારોહમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુજીત કુમાર દ્વારા મીડિયા નોડલ ઓફિસર તરીકે પ્રશંસનીય કામગીરી કરવા બદલ અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી અમિત રાડિયાને પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શ્રી રાડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ૨૦૨૫-૨૬ સંદર્ભે જન-જન સુધી જાગૃતિ પહોંચાડવા માટે આધુનિક મીડિયાનો કુશળ ઉપયોગ કર્યો હતો. SIR પ્રક્રિયા વિશેની સાચી અને પારદર્શક માહિતી મતદારો સુધી પહોંચાડવા માટેની તેમની મીડિયાલક્ષી કામગીરીની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ નોંધ લેવામાં આવી છે.
