Western Times News

Gujarati News

અમેરિકામાં બરફનું તોફાન, ૨૦ રાજ્યોમાં ઈમર્જન્સી લાગુ કરાઈ

નવી દિલ્હી, બરફના ભાયવહ તોફાને અમેરિકાને બાનમાં લેતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે બરફ સાથે આંધી ફૂંકાવાથી તાપમાનનો પારો એકાએક ગગડી જતા લોકો કાતીલ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

આ ઉપરાંત હજારો ઘરોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ખતરનાક સ્થિતિને જોતા યુએસન ૨૦ રાજ્યોમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે. ૧૯ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે તથા ૧૪ હજારથી વધુ ફ્લાઈટ્‌સને અસર થઈ હોવાનું સરકારી રિપોર્ટમાં જણાવાયું છે.

કાતીલ બરફ વર્ષાને લીધે અડધો અડધ અમેરિકાના લોકો પ્રભાવિત થયા હતા. વોશિંગ્ટન, ન્યૂયોર્ક, બોસ્ટથી લઈને ન્યુઈંગ્લેન્ડ સુધીના ભાગો સહિત ૩૭ રાજ્યોમાં હવામાન સંલગ્ન એલર્ટ આપવામાં આવ્યું છે. ન્યુ મેક્સિકોથી લઈને ટેનેસી વેલી સુધીના ક્ષેત્રો બરફવર્ષા તથા ભારે તોફાનથી પ્રભાવિત થયા છે.

સરકારી અધિકારીઓના મતે મધ્યપશ્ચિમ તથા મધ્ય-એટલાન્ટિકના ભાગોમાં અતિભારે બરફ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા મધ્ય તથા પૂર્વિય અમેરિકામાં હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા.

કેટલાક ભાગોમાં માઈનસ ૨૦થી લઈને માઇનસ ૩૦ સુધી કાતીલ ઠંડા પવનો નોંધાયા હતા તેમજ તાપમાનનો પારો -૧૦થી -૪૦ સુધી નીચે ગગડ્યો હોવાનું નોંધાયું હતું. વીજ લાઈન તથા માળખા પર ભારે બરફ પડવાથી ૧.૩૩ લાખ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રવિવારે પણ બરફનું તોફાન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેન પગલે એરલાઈન્સને સંખ્યાબંધ ફ્લાઈટ્‌સ રદ કરવાની ફરજ પડી છે.

રિપોર્ટ મુજબ યુએસમાં ૧૪ હજાર જેટલી ફ્લાઈટ રદ કરવામાં આવી છે જે પૈકીની ૯,૬૦૦ ફ્લાઈટ્‌સ રવિવારે ઉડાન ભરવાની હતી. એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમના ડેટા મુજબ રવિવાર રદ થયેલી ફ્લાઈટ્‌સની કુલ સંખ્યા કોરોનાકાળ પછીની સર્વાેચ્ચ હશે.

સોમવારે પણ પરિસ્થિતિમાં સુધારાની અપેક્ષા નથી જેન પગલે વોશિંગ્ટન ડીસી ક્ષેત્રમાં સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને વધુમાં વધુ ટેલીવર્ક કરવા તંત્રએ તાકીદ કરી છે. ઈમર્જન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને હાજર રહેવા જણાવાયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.