Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી ૧૨.૫૦ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે ચાર પેડલર પકડાયા

અમદાવાદ, સોનાની દાણચોરી માટે કુખ્યાત અમદાવાદ એરપોર્ટ હવે ડ્રગ્સ અને હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી માટે પણ ડ્રગ્સ માફિયાઓની પહેલી પસંદ બની ગયું છે. ત્યારે જ અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોકથી વાયા મલેશિયા થઈને આવી રહેલા ચાર પેડલરોને ઝડપી લઈ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ ના અધિકારીઓએ તેમની બેગમાંથી ૧૨.૫૦ કરોડનો ૧૨.૪૦૨ કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી લીધો છે.

હવે આ ગાંજો મોકલનાર કોણ છે અને કોના માટે ભારતમાં લાવવામાં આવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. પકડાયેલા ચાર પેડલરો પૈકી એક વડોદરાનો અને બાકીના ત્રણ જલંધર, પંજાબના હોવાનું જાણી શકાયું છે.ફરી એક વખત સોનાની દાણચોરી વધતાં અને રાષ્ટ્રીય પર્વને લઈ એરપોર્ટ પર એલર્ટ જારી કરાતાં તમામ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. ત્યારે જ કસ્ટમ્સના સિનિયર અધિકારીઓ અને ટીમે પોતાના બાતમીદારો એક્ટિવ કરી દીધા હતા.

ત્યારે જ અધિકારીઓને બાતમી મળી હતી કે બેંગકોકથી વાયા મલેશિયા થઈને આવી રહેલા ચાર મુસાફરો હાઇબ્રીડ ગાંજાના પેડલર છે અને તેમની પાસે મોટા પ્રમાણમાં હાઇબ્રીડ ગાંજો છે.

એરપોર્ટ પર મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ લેન્ડ થઈ કે તરત જ બાતમીવાળા ચાર મુસાફરોને અધિકારીઓએ અલગ કાઢ્યા હતા અને તેમની પૂછપરછ કરતાં તેમણે પોતાની પાસે કંઈ જ વાંધાજનક નથી તેમ જણાવ્યું હતું. ભારતીય નાગરિકો એવા ચારેય મુસાફરોની પૂછપરછ બાદ તેમનો સામાન ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે બેગમાં તૈયાર કરેલી ગુપ્ત ખાનાઓમાં ગાંજાની પ્લેટો બનાવીને છૂપાવેલી હાલતમાં મળી આવી હતી.

અધિકારીઓએ તપાસ કરતાં આ ૧૨.૪૦૨ કિલો ગાંજો તેઓ બેંગકોકથી લઈને ચઢ્યા હતા, પરંતુ બેંગકોકથી આવતી ફ્લાઇટ પર અધિકારીઓની વોચ હોવાથી આ પેડલરો ગાંજો લઈને વાયા મલેશિયા થઈને ભારત આવતી ફ્લાઇટમાં સવાર થઈ ગયા હતા.

કસ્ટમ્સની ટીમે તેમની ધરપકડ કરી ગાંજો જપ્ત કર્યાે છે. સાથે સાથે આ હાઇબ્રીડ ગાંજાની સિન્ડિકેટને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.પેડલરો જે બેગમાં ગાંજો છૂપાવીને લાવ્યા હતા, તે બેગમાં છૂપા ખાના બનાવી તેને સ્ક્‰થી પેક કરી દેવાયા હતા.

જેના પગલે સ્કેનરમાં બેગમાં કંઈ શંકાસ્પદ વસ્તુ હોવાનું દેખાતું હતું, પરંતુ બેગમાં કંઈ મળતું નહોતું. આખરે અધિકારીઓએ સ્ક્‰ડ્રાઇવરથી તમામ સ્ક્‰ ખોલતાં ગુપ્ત ખાનામાંથી ગાંજાની બનાવેલી પ્લેટો મળી આવી હતી.હવે અમદાવાદ નશાખોરીનું હબ બની રહ્યું હોય તેવો ઘાટ ઊભો થયો છે. ત્યારે જ વર્ષ ૨૦૨૫માં અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ ૩૫૦ કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. જ્યારે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ૫૦ કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો.

આમ વર્ષ દરમિયાન ભારતમાં લાવવામાં આવેલો ૪૦૦ કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. જ્યારે પકડાયા વગરનો જે સલામત રીતે બહાર નીકળી ગયો તેનો હિસાબ તો શક્ય નથી. એરપોર્ટ પરથી જુદા જુદા કેસમાં ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ ૨૦ કેસ કરી ૨૫થી વધુ પેડલરની ધરપકડ કરી આ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો. હવે તેની તપાસ ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.