બે દાયકા જૂના ગીતને લઈને સુનિધિ ચૌહાણ વિવાદમાં
મુંબઈ, ફેમસ બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણને ચંદીગઢના પ્રોફેસર ડો. પંડિત રાવ ધરેનવરની ફરિયાદના આધારે નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ દક્ષિણ ગોવા જિલ્લા બાળ સંરક્ષણ એકમ દ્વારા જારી કરવામાં આવી છે. જેમાં સિંગરને ‘બીડી જલઈ લે’ અને ‘શરાબી’ જેવા ગીતો ન ગાવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, સિંગરનો ગોવાના ૧૯૧૯ સ્પોટ્ર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ‘ધ અલ્ટીમેટ સુનિધિ લાઈવ’ કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટ પહેલા પ્રોફેસર ડો. ધરેનવરે ફરિયાદ કરી હતી, જેમાં તેમણે માંગ કરી હતી કે બાળકોની હાજરીમાં તમાકુ અને દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ન વગાડવા અને ન ગાવા દેવા માટે આયોજકોને ‘પ્રિવેન્ટિવ એડવાઈઝરી’ (નિવારક સલાહ) આપવામાં આવે.
આ ફરિયાદ બાદ ગોવા ચાઈલ્ડ કમિશને સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટ અંગે કડક વલણ અપનાવ્યું છે. દક્ષિણ ગોવા જિલ્લા બાળ સંરક્ષણ એકમે આયોજકોને એડવાઈઝરી જારી કરીને ‘બીડી જલઈ લે’ જેવા ગીતો ન ગાવા અને ન વગાડવા માટે નિર્દેશ આપ્યો છે.આ એડવાઇઝરીએ દાયકાઓ જૂના ગીત પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનાથી સુનિધિ ચૌહાણના પર્ફાેર્મન્સને લઈને નવો વિવાદ ઊભો થયો છે.
પરંતુ, અગાઉ પણ સુનિધિ વિવાદોમાં રહી છે-૨૦૦૬ની ફિલ્મ ‘ઓમકારા’નું ગીત ‘બીડી જલઈ લે’ જબરદસ્ત હિટ બન્યું હતું, પરંતુ તેના સૂચક શબ્દોને કારણે વિવાદમાં પણ સપડાયું હતું. જ્યારે તેને બોલ્ડ આઈટમ નંબર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રેક્ષકોના ઘણા વર્ગાેને તેના શબ્દો અશ્લીલ લાગ્યા હતા. ૨૦૨૪-૨૫માં, રેપર યો યો હની સિંહે પણ આ ગીતને સ્ત્રીદ્વેષી ગણાવ્યું હતું, જેનાથી તેના ગીતો વિશેની ચર્ચા ફરી શરૂ થઈ હતી.
તાજેતરના કેટલાક કોન્સર્ટમાં, સુનિધિ ચૌહાણને તેના ડાન્સ મૂવ્સ અને સ્ટેજ પર્ફાેર્મન્સ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેને કેટલાક લોકોએ ‘અતિશય’ અથવા ‘અણઘડ’ ગણાવ્યા હતા. વાયરલ ક્લિપ્સે ઓનલાઈન ટ્રોલિંગને જન્મ આપ્યો, જેમાં કેટલાક લોકોએ તેના પર ટેલર સ્વિફ્ટ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોની નકલ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, તેના ચાહકોએ તેની શૈલી (સ્ટાઇલ) અને પર્ફાેર્મન્સનો સખત બચાવ કર્યાે હતો.SS1MS
