શાહપુર, દરિયાપુર, શાહીબાગ, દૂધેશ્વર, જમાલપુર, રાયખડ, અસારવામાં બે દિવસ પાણી કાપ
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન કોતરપુર વેસ્ટર્ન ટૂંક મેઈન્સમાં શટડાઉન લેવામાં આવનાર હોવાથી તા. ૩૦ જાન્યુઆરી. ૨૦૨૬ના રોજ મધ્ય ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સાંજનો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે અને તા. ૩૧ જાન્યુઆરીના ૨૦૨૬ના રોજ સવારે પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે.
આમ, મધ્ય ઝોનમાં આવેલા શાહપુર, માધુપુરા, દરિયાપુર, શાહીબાગ, દૂધેશ્વર, જમાલપુર, રાયખડ, અસારવા, વગેરે વિસ્તારોમાં તા.૩૦ જાન્યુઆરીના રોજ સાંજનો પાણીનો પુરવઠો બંધ રહેશે અને તા. ૩૧ જાન્યુઆરીના રોજ આ વિસ્તારોમાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ પાણીનો સપ્લાય આપવામાં આવશે.
AMC સંચાલિત મધ્ય ઝોનમાં આવેલ દૂધેશ્વર વોટર વર્કસ -૧ માં નવા બનાવવમાં આવેલા ૨૦ MLD અન્ડરગ્રાઉન્ડ સમ્પની ૭૦૦ મી.મી. વ્યાસની ફીડર લાઈનું ૧,૬૦૦ મી.મી. વ્યાસ કોતરપુર મેઈન ટૂંક લાઈનમાં જોડાણ કરવાની
અને નવા બનાવાયેલા ૨૦ MLD પંપહાઉસમાંથી નીકળતી ૬,૪૦૦ મી.મી. વ્યાસની મેઈન હેડર લાઈનનું બુસ્ટર પંપ નં.- ૩ પાસે આવેલ હયાત ૧,૨૦૦ મી.મી. વ્યાસની પાઈપલાઈ સાથે જેડાણ કરવાની કામગીરી તેમજ નવી પૂરી થયેલી કોતરપુર ૨00 MID ટાંકીનું હયાત ભૂગર્ભ ટાંકી સાથે ઈનટ્ કનેક્શનની કામગીરી તા. ૩૦-જન્યુઆરીના રોજ કોતરપુર વેસ્ટર્ન ટૂંક મેઈન્સમાં શટડાઉન કરવાની થતી હોવાથી
તા. ૩૦ જાન્યુઆરીના રોજ મધ્ય ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં કોતરપુર વેસ્ટર્ન ટૂંક મેઈન્સ આધારિત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતેથી સાંજનો પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે અને તા. ૩૧ જાન્યુઆરીના રોજ સવારે અને સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણીનો સપ્લાય આપવામાં આવશે.
