અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આવાસ યોજનાના 200 લાભાર્થીઓને નોટિસ આપી
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્ય સરકાર અને મનપા દ્વારા ઝુંપડાવાસીઓ અને પરવિહોણા ગરીબ લોકોને પાકાં મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો આપવામાં આવે છે.
પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના અને EWS યોજના હેઠળ મકાનો ફાળવાયા પછી કેટલાંક સ્થાપિત હિત પરાવતા અને લેભાગુ તત્વો દ્વારા આ મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવતા હોવાની તેમજ કેટલાંક કિસ્સામાં ગેરકાયદે વસવાટ કરતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠવા પામે છે. મ્યુનિ. દ્વારા સાતેય ઝોનમાં અત્યાર સુધીમાં ૫૬૨૯ મકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને ૩૭૨ મકાનોના માલિકોને શો કોઝ નોટિસો આપવામાં આવી છે
અને ૩૫ મકાનો સીલ કરાયા છે તેમજ ૬૩ મકાનોના લાભાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ મકાનોના ચેકિંગમાં ચોંકાવનારી વિગતો એ જાણવા મળી હતી કે, ૨૦૦ જેટલા મકાનો ફાળવાયા પછી તે મકાનોમાં લાભાથી રહેવા આવ્યા નથી.
આમ, ૨૦૦ વ્યક્તિઓને મકાનોની જરૂર ન હોવાનું માનીને આ ૨૦૦ મકાનોના લાભાર્થી પાસેથી મકાન કેમ પરત નહીં લેવા ? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. આગામી એક મહિનામાં ૧,૦૦૪૦. જેટલા મકાનોનું ચેકિંગ કરવામાં આવશે. જેના પરિણામે વધુ મકાનો સીલ કરવામાં આવે તેવી શક્યતા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં ફળવાયેલા મકાનોમાં ચેકિંગ કરવામાં આવતાં મૂળ લાભાર્થી સિવાય અન્ય ઇસમો સ્ટુડન્ટ એમ્પોલઈઝ વસવાટ કરતા હોવાનું જોવા મળતાં ૪ આવાસોને સીલ કરવામાં આવ્યા છે અને પંચનામું કરીને મૂળ લાભાર્થી દ્વારા આવાસ ફાળવણીની શરતોનો ભંગ કરાયો હોવાથી મકાનની ફાળવણી રદ કેમ ન કરવી તે અંગે ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૭૩, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૪. પશ્ચિમ ઝોનમાં ૮૭, દક્ષિણ ઝોનમાં ૪૭, પૂર્વ ઝોનમાં ૪૧ સહિત કુલ ૩૭૨ નોટિસ આપવામાં આવી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૭ મકાનો સીલ કરાયા છે.
