Western Times News

Gujarati News

વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત સુધીની ભરવી પડતી રકમમાંથી મુક્તિ મળશે

પ્રતિકાત્મક

૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યની નગરપાલિકાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ

રાજ્યની નગરપાલિકાઓને 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ માટે  વિના મૂલ્યે  સરકારી જમીન ફાળવવાનો  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વ નો નિર્ણય

રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતાં નાગરિક સેવાલક્ષી વિકાસ પ્રોજેક્ટ્સમાં વેગ  આવશે

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે*

*શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે  વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે*

*મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની ૧૫૨ જેટલી નગરપાલિકાઓએ વિકાસ કામો માટે  અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની જે રકમ ભરવી પડતી હતી તેમાંથી તેમને મુક્તિ મળશે*

*એટલું જ નહિ જમીનની ફાળવણીની પ્રક્રિયા પણ વધુ સરળ બનશે-મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓને વિના મૂલ્યે સરકારી જમીન જે જાહેર સુવિધા સુખાકારીના પ્રોજેક્ટ્સ માટે આપવાનો નિર્ણય કર્યો છે તે અનુસાર, નગર સેવા સદનફાયર સ્ટેશનસુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટભૂગર્ભ ગટરડ્રેનેજ પંપીગ સ્ટેશનવોટર સપ્લાય પ્રોજેક્ટસોલિડલીક્વીડ વેસ્ટ મેનેજમેંટ પ્લાન્ટ માટેસ્ટ્રોર્મ વોટર ડ્રેનેજની કામગીરીઆંગણવાડીટાઉન હોલકોમ્યુનિટી હોલકન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે  તેવો સિટીઝન સેન્ટ્રીક  અભિગમ અપનાવ્યો છે*

*મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતા વિકાસ પ્રોજેક્ટ્સ ઝડપભેર શરૂ થઈ શકશે અને નગરોના વિકાસ ને વધુ વેગ મળશે*

નાગરિકોને પણ પાણીગટરશિક્ષણ તથા આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરાએ મળતી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.