ગોલ્ડી બરારના માતા-પિતાની અમૃતસરથી ધરપકડ કરાઇ
પોલીસે ગોલ્ડી બરારના માતા-પિતાને ખંડણી અને જાનની મારી નાખવાની ધમકી સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરી છે
પંજાબ, પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર સાથે જોડાયેલા એક કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ગોલ્ડી બરારના માતા-પિતાને ખંડણી અને જાનની મારી નાખવાની ધમકી સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડ શ્રી મુક્તસર સાહિબ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં દાખલ એક હ્લૈંઇના આધાર પર કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી શમશેર સિંહ અને તેની પત્ની પ્રીતપાલ કૌરની ૨૦૨૪માં નોંધાયેલી હ્લૈંઇ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી શ્રી મુક્તસર સાહિબના કોટકપુરા રોડ સ્થિત આદેશનગરના રહેવાસી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮ (૪), ૩૫૧ (૧) અને ૩૫૧(૩) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસના ફરિયાદી સતનામ સિંહ છે, જે ગામના ઉદેકરનના રહેવાસી છે અને છેલ્લા ૩૩ વર્ષથી શિક્ષણ વિભાગમાં કાર્યરત છે, હાલમાં તે સરકારી ગર્લ્સ સીનિયર સેકેન્ડરી સમ્રાટ સ્કુલ, ભઠિંડા રોડમાં જીન્છના પદ પર તૈનાત છે. સતનામ સિંહે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે ૨૭ નવેમ્બર ૨૦૨૪એ સવારે લગભગ ૧૦.૩૦થી ૧૧ વાગ્યાની વચ્ચે ફરજ દરમિયાન તેમને એક વિદેશી વોટસએપ નંબરથી કોલ આવ્યો.
કોલ કરનારા વ્યક્તિએ પોતાને બંબીહા ગ્રુપનો સભ્ય ગણાવ્યો અને તેની ઓળખની પુષ્ટી કરીને ૫૦ લાખ રૂપિયાની ખંડણી માગી. આરોપીએ ધમકી આપી કે રકમ નહીં આપે તો તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે. કોલરે તેમના પરિવાર અને કોટકપૂરા રોડ સ્થિત ઘરની સમગ્ર જાણકારી હોવાનો પણ દાવો કર્યો.
ફરિયાદીના જણાવ્યા મુજબ તે દિવસે આ પ્રકારની ધમકીભર્યા ફોન લગભગ ૩ વખત આવ્યા, ત્યારબાદ તેઓ ખરાબ રીતે ડરી ગયા અને કોઈ વાતની જાણકારી આપી નહીં. ૩ ડિસેમ્બર ૨૦૨૪એ ફરી એક વખત તે વિદેશી નંબરથી કોલ આવ્યો, જે તેમને ડરના કારણે રિસિવ ના કર્યો, આખો દિવસ તે માનસિક રીતે પરેશાન રહ્યા.
ત્યારબાદ પરિવારના લોકો સાથે ચર્ચા કર્યા બાદ સતનામ સિંહ પોતાના ભાર ગુરસેવક સિંહની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી. પોલીસે ફરિયાદના આધારે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી, ત્યારબાદ ગોલ્ડી બરારના માતા-પિતાની ધરપકડ કરવામાં આવી. હાલમાં પોલીસ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે ધમકી અને ખંડણીનું ષડયંત્ર રચવામાં કોણ-કોણ સામેલ છે.
શ્રી મુક્તસર સાહિબે પુષ્ટી કરી અને કહ્યું કે ગોલ્ડી બરારના માતા-પિતાની અમૃતસરથી ધરપકડ કરવામાં આવી છે, તેમને હવે કોર્ટમાં હાજર કરવામાં આવશે. તે દરબાર સાહિબની પાસે એક હોટલમાં રોકાયેલા હતા, જે સમયે હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી, બંબીહા ગેંગ અને ગોલ્ડી બરાર એક સાથે કામ કરી રહ્યા હતા. તેમના માતા-પિતા આમાં સામેલ છે, કારણ કે તેમની કમાણી કરવાનું અન્ય કોઈ સાધન નથી અને તે ખંડણી માગીને તે પૈસા પર ગુજરાન ચલાવે છે.
