Western Times News

Gujarati News

મોડાસામાં જો ટ્રાફિકના નિયમનો કરશો ભંગ તો થશે દંડ ઘરે પહોંચશે 

ભિલોડા, મોડાસા શહેરમાં ત્રીજા નેત્ર તરીકે કાર્યરત કરવામાં આવેલા આવેલા સીસીટીવી કેમેરા વિધિવત રીતે કાર્યરત થયા બાદ આજે રવિવારથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાતામ્ક કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ વાહન  ચાલક પોતાનું વાહન ઓવર સ્પીડમાં,રોંગ સાઈડ,ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરશે,અને આડેધડ વાહનો પાર્કિંગ કરશે અને  તે સીસીટીવી કેમેરામાં કેદ થશે

તો જે તે બાઈક કે વાહનના નંબર પરથી વાહનના માલિકને દંડ કરતો ઈ-મેમો ઘરે પહોંચી જશે અને દંડની રકમ સમય મર્યાદામાં વાહનમાલિક નહિ ભરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે  અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૩ કરોડના ખર્ચે સીસીટીવી લગાવી નેત્રમ કંટ્રોલ મ શરૂ કરવામાં આવ્યો છે,

હવે જિલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઓનલાઈન ઇ-મેમો આપવામાં આવશે.શહેરના વિવિધ પંદર જંક્શન પર ૧૩૫  કેમેરા લગાવવામાં આવ્યા છે આ કેમેરામાં એકસઠ કેમેરા ફિક્સ છે, ત્યારે બાવીસ કેમેરા ૩૬૦ તેમજ ૧૮૦ ડિગ્રી ફરી શકે તેવા પીટીઝેડ કેમેરા લગાવાયા છે, ૫૨  કેમેરા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઇઝ કરી શકે તેવા છે.હાઈ રીઝોલ્યુશન એચ.ડી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ અટકાવવામાં પોલિસને મદદરૂપ બનશે  આ કંટ્રોલ રૂમમાં ૪૫ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં કામ કરશે  વાહન ચાલકોને મળેલ ઇ-મેમો મોડાસા, બાયડ, ભિલોડા તેમજ કંટ્રોલ રૂમ ખાતે ભરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.