પદ્મશ્રી મળશે એવું તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું: આર. માધવન
મુંબઈ, ૭૭મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. જેમાં આ વખતે ધુરંધરના જાણીતા કલાકાર આર.માધવનના નામની પણ જાહેરાત થઈ છે.
આ મુદ્દે માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ધન્યવાદ જાહેર કર્યાે હતો. તેણે આ પ્રતિષ્ઠિત સન્માન બાબતે પોતાનાં પરિવાર, માર્ગદર્શકો અને શુભચ્છકો તેમજ દર્શકોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તેમનો સહકાર અને શ્રદ્ધા જ હંમેશા તેની સફરના કેન્દ્રમાં રહ્યા છે. માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, “હું અંતરના ઉંડાણ અને વિનમ્રતા સાથે પદ્મ શ્રી સ્વીકારતા ઋણી છું. મને મળેલું આ સન્માન મારા સપનાઓથી પર છે અને હે તે મારા સમગ્ર પરિવાર વતી એ સ્વીકારું છું, જેમણે મને સતત સહકાર આપ્યો છે અને તેમની શ્રદ્ધા જ હંમેશા મારી તાકાત રહી છે.”
ગળ માધવને લખ્યું કે તેના માર્ગદર્સકોના આશીર્વાદ અને શુભેચ્છકોની શુભકામના તેમજ જનતાના પ્રેમ અને ઇશ્વરના આશીર્વાદથી તેને આ સિદ્ધિ મળવાનું શક્ય બન્યું છે. માધવને આ પુરસ્કારને એક સિદ્ધિથી વધુ જવાબદારી ગણાવી છે અને તેણે વચન પણ આપ્યું છે કે તે પોતાના આ મુલ્યોને વળગી રહેશે.
તેણે આગળ લખ્યું, “હું આને માત્ર એક પુરસ્કાર નહીં પણ એક જવાબદારી તરીકે જોઉં છું. આ પુરસ્કાર જે મુલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે તેવા પ્રત્યે ઉંડું પ્રદાન, ગંભીરતા અને નિષ્ઠા સાથે આ સન્માનને નીભાવવાનું વચન આપું છું.” માધવને આવનારા સમયમાં માનવતા અને કર્તવ્યનિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખી શકે એવી આશા વ્યક્ત કરી હતી.SS1MS
