સુરતના ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ અને અન્ય ગ્રુપો પર દરોડા
રાજકોટ, બુધવારે સવારથી જ હીરાનગરી સુરત શહરેમાં આવક વેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી જવા પામેલ છે. લેઉવા પાટીદાર સમાજ તેમજ હીરા ઉદ્યોગકાર અને રીયલ એસ્ટેટ તેમજ શિક્ષણ ક્ષેત્રે માત્ર સુરત જ નહિ સૌરાષ્ટ્રમાં પણ ટોચનું નામ ગણાતું ગજેરા બંધુના ધંધાકીય પ્રતિષ્ઠાન ઉપર આવક વેરા વિભાગની ગુપ્તચર શાખાએ દરોડા પાડતા ખળભળાટ મચી ગયેલ છે.
દરોડાની વિગતો
- સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ તથા સંકળાયેલા મિલેનીયમ ગ્રુપ, મની એક્સપોર્ટ, આશીષ ગ્રુપ સહિતના ૩૦થી વધુ સ્થળોએ દરોડા.
- દરોડા વહેલી સવારે ૫:૩૦ વાગ્યે શરૂ થયા.
- આશરે ૧૫૦થી વધુ IT અધિકારીઓની ટીમો જોડાઈ.
- તપાસમાં રોકડ રકમ મળી હોવાની પ્રાથમિક માહિતી.
- રિયલ એસ્ટેટના મોટા વ્યવહારો અને હવાલા નેટવર્ક સાથેના જોડાણો તપાસનો મુખ્ય વિષય.
- દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ચકાસણી ચાલુ.
જાણવા મળતી વિગતો મુજબ સુરતમાં ચુનીભાઇ ગજેરા અને વસંતભાઇ ગજેરાના લક્ષ્મી ડાયમંડ ગૃપ, મિલેનીયમ ગૃપ, મની એકસ્પોર્ટ, આશીષ ગૃપ તેમજ ટોચના બ્રોકર અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગૃપના ડાયરેકટર અને સહયોગી પેઢીના ૩૦ થી વધુ સ્થળો ઉપર આવક વેરાની ઇન્વેસ્ટીગેશન વ્હીંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં આવક વેરા વિભાગે વ્હેલી સવારે પ.૩૦ કલાકથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં માત્ર સુરત જ નહિ અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા સહિતના આયકર અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે.
આવકવેરા વિભાગે પ્રારંભીક તબક્કે મોટી રોકડ રકમ હાથ મળી હોવાનું જાણવા મળે છે. ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ગ્રુપ પર આજે આવકવેરા વિભાગ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ની વહેલી સવારથી આવકવેરા વિભાગની DDI વિંગે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ લક્ષ્મી ગ્રુપના અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સુરતના હીરા બજારથી લઈને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સુધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને એજ્યુકેશન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જાણીતા આ ગ્રુપના સ્થળો પર વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીએ સમગ્ર રાજ્યના વેપારી અને રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે. આશરે ૧૫૦થી વધુ IT અધિકારીઓની અલગ-અલગ ટીમો આ ઓપરેશનમાં જોડાઈ છે.
લક્ષ્મી ગ્રુપના મુખ્ય ભાગીદારો વસંતભાઇ ગજેરા, ચિનુભાઇ ગજેરાના નિવાસસ્થાનો અને ઓફિસો પર તપાસ ચાલુ છે. આ ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણભાઇ ભૂતના ધંધાકીય સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. IT વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટના મોટા વ્યવહારો અને લેટેસ્ટ હવાલા નેટવર્ક સાથેના જોડાણો તપાસનો મુખ્ય વિષય છે.
IT વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ચકાસણી ચાલી રહી છે. સુરતના હીરા ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ માર્કેટમાં આ દરોડાને પગલે અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. લક્ષ્મી ગ્રુપઁના આ દરોડા માત્ર આર્થિક જ નહીં પણ રાજકીય રીતે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી ગ્રુપ શૂન્યમાંથી સર્જનની મિસાલ છે.
વર્ષ ૧૯૬૮માં વસંતભાઈ ગજેરા અમરેલીથી સુરત આવ્યા હતા. વસંતભાઈએ પિતાએ આપેલી રૂ. ૧૦,૦૦૦ની મૂડીથી ભાડાના મકાનમાં માત્ર ૩ ઘંટીઓથી હીરા ઘસવાનું કામ શરૂ કર્યું હતું. આખરે ૧૯૭૨માં ઁલક્ષ્મી ડાયમંડઁની સ્થાપના થઈ અને આજે ૫૦ વર્ષ બાદ આ ગ્રુપ હીરા ઉદ્યોગમાં વિશ્વના ટોચના સ્થાનોમાં બિરાજમાન છે.
