Western Times News

Gujarati News

રાજ્યપાલ દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

Gandhinagar, ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તા. 28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન માનનીય રાજ્યપાલશ્રીએ બે મિનિટનું મૌન પાળી દિવંગત શ્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કેમહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. શ્રી પવાર જન-જન સાથે જોડાયેલાજમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિતકર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.

રાજ્યપાલશ્રીએ મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.