અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પાણીપુરીની લારીઓ પાસેથી રૂ.૧,૧૭,૧૫૦ નો દંડ વસૂલ્યો
ક્લોરિન ડોઝર વગરનાં ૧૫ વોટર સપ્લાયર્સનાં એકમો સીલ ઃ ૧૯૪ વોટર જગ સપ્લાયર્સમાંથી ૧૭૯માં ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં પાણીજન્ય રોગો જેવાં કે ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ, કોલેરા વગેરેની અટકાયત તથા નિયંત્રણ માટે સતત અને વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગયા વર્ષની તુલનામાં ચાલુ વર્ષે શહેરના વિવિધ ઝોનમાં પાણીજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાતા, આરોગ્ય વિભાગ દ્વારા હાઇ રિસ્ક વિસ્તારો ઓળખી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પાણી શુદ્ધિકરણની કામગીરી મજબૂત બનાવવા, પાણી પુરીની લારીમાં, કિરાણા સ્ટોર અને પાર્લરમાં ક્લોરિનની ગોળીઓનું વિતરણ, નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટેનાં મેડિકલ કેમ્પ, જનજાગૃતિનાં કાર્યક્રમો તેમજ પત્રિકાઓ વિતરણ વગેરે જેવી કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીકલી રિવ્યૂ મિટીંગમાં મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી શહેરના તમામ ઝોનમાં વોટર જગ સપ્લાયર્સને ફરજીયાતપણે ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કરવાની ફરજ પાડવા માટેની કામગીરી કરવામાં આવી છે. એ.એમ.સી.ના વિવિધ ઝોનમાં વોટર જગ સપ્લાયર દ્વારા ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં સાત ઝોન મળીને કુલ ૧૯૪ જેટલા વોટર સપ્લાયર્સનાં એકમો છે, જેમાંથી ૧૭૯ જેટલા એકમો દ્વારા ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કરમાં આવ્યાં છે.
જ્યારે ૧૫ જેટલા સપ્લાયર્સે ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ ન કરતાં તેમને સીલ કરી દેવાયા છે. આ સાત ઝોનમાંથી મધ્ય ઝોનમાં કુલ ૧૨ સપ્લાયર્સમાંથી ૧૧એ ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કર્યુ છે, જ્યારે ૧ સપ્લાયરને સીલ કરાયા છે. તો પૂર્વ ઝોનમાં ૩૨ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨૨ સપ્લાયર્સે ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કર્યાં છે.
તેમજ ઉત્તર ઝોનમાં કુલ ૨૫ માંથી ૬ને સીલ કરી બંધ કરાયા અને ૧૯ એ આ ડોઝર ઇન્સ્ટોલ કરીને કામગીરી ચાલુ રાખી છે, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૨૨ માંથી ૩ને સીલ કર્યાં અને ૧૯માં ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ થઇ ચૂક્યાં છે. દક્ષિણ ઝોનમાં કુલ ૭૦ માંથી ૫ને સીલ કરી બંધ કર્યાં અને ૬૫માં ડોઝર ઇન્સ્ટોલ થયાં છે. તથા પશ્ચિમ ઝોનમાં કુલ ૧૦ સપ્લાયર્સે ક્લોરિનનાં ડોઝર ઇન્સ્ટોલ કર્યાં છે.
પાણી પુરીની લારીઓમાં પાણીજન્ય રોગોની અટકાયત માટે આરોગ્ય વિભાગે એસ્ટેટ વિભાગ અને ફૂડ વિભાગની મદદથી તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૬થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન સાતેય ઝોનમાં પાણીપુરીનાં કુલ ૧૭૫૮ લારીઓ/સ્ટોલનો સમાવેશ થયો છે, જેમાંથી ૧૦૭૩ જેટલી લારી-સ્ટોલ્સમાંથી પાણીનાં સેમ્પલ્સ લેવામાં આવ્યા હતાં. તો ૧૩૭ લારી-સ્ટોલ્સમાંથી ફૂડનાં સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા.
જેમાંથી ૪૨૪ લારીઓને નોટીસ ઇશ્યૂ કરવામાં આવી છે. તેમજ અંદાજીત ૧૦૧૩.૦૫ કિ.ગ્રાનો અખાદ્ય ફૂડનો જથ્થો અને અંદાજીત ૧૯૩૧ જેટલો અખાદ્ય પ્રવાહી ફૂડનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તેમાંથી કુલ ૧૧૭૧૫૦ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા માટે હેન્ડવોશ તેમજ સ્વચ્છતા સંબંધિત ૈંઈઝ્ર પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે. ઇમ્જીદ્ભ ટીમ દ્વારા શાળાઓ અને આંગણવાડીઓમાં ૈંઈઝ્ર પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. ઉપરાંત, પાણીપુરીની લારીઓ પર હેન્ડગ્લોઝ, હેર કેપ તથા ડોયાની મદદથી જ પાણીનું વિતરણ કરવું તેની ૈંઈઝ્રની કામગીરી થઇ હતી. તેમજ ફસ્ડ્ઢ ડિસ્પ્લે પર તેમજ ઓટો રિક્ષા દ્વારા માઇક પર એનાઉન્સમેન્ટ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સતત સતર્ક રહી કામગીરી કરી રહ્યાં છે અને આગામી સમયમાં પણીજન્ય રોગોની અટકાયત માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
