Western Times News

Gujarati News

ખંભાતના દરિયામાં ગેસ મળ્યો, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં મહત્ત્વની સિદ્ધિ

(એજન્સી)ખંભાત, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. જેમાં કેર્ન ઓઈલ એન્ડ ગેસે ખંભાતના દરિયામાં ગેસની શોધની જાહેરાત કરી છે, ત્યારે અંબે બ્લોક કેર્નનું બીજું ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ એસેટને મોનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. તેના પહેલાં નોર્થ ઈસ્ટમાં હઝારીગાંવ ફિલ્ડને મોનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ ગેસ ડિસ્કવરી ગુજરાતથી સંલગ્ન સમુદ્રી વિસ્તારમાં કેમ્બે બેસિનમાં થઈ છે.

વેદાંતા ગ્રુપની કંપની અને ભારતની સૌથી મોટી પ્રાઇવેટ તેલ અને ગેસ એક્સપ્લોરેશન અને પ્રોડક્શન કંપની, કેર્ન ઓઇલ એન્ડ ગેસે વેસ્ટ કોસ્ટ પર આવેલા તેના એપ્રેઝલ વેલ અંબે-૨છમાં હાઇડ્રો કાર્બન (ગેસ) શોધની સૂચના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયને આપી છે. આ શોધ મુખ્ય ગેસ ફિલ્ડની નીચે આવેલા રિઝર્વોયરમાં, માયોસીન-તારકેશ્વર ફોર્મેશનની અંદર કરવામાં આવી છે.

કેર્ન હાલમાં બ્લોકના ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાનની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવા માટે વિસ્તૃત મૂલ્યાંકન કરી રહી છે. કંપની તેના ચાલુ ડ્રિલિંગ કેમ્પેઇન હેઠળ સતત બે વધારાના કૂવા ડ્રિલ કરવાની યોજના બનાવી રહી છે. આ ફિલ્ડમાં ઘરેલુ ગેસ ઉત્પાદન વધારવાની મજબૂત ક્ષમતા છે અને તે ભારતની એનર્જી આત્મનિર્ભરતામાં કેર્નના યોગદાનને વધુ મજબૂત બનાવશે.

કેર્ન તેની એક્સપ્લોરેશન અને ડેવલપમેન્ટ વ્યૂહરચના હેઠળ ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ બંને વિસ્તારોમાં તેના ઓફશોર બ્લોક્સનો વિકાસ કરી રહી છે. આ શોધ ભારતની એનર્જી સિક્યોરિટીની દિશામાં કેર્નની પ્રતિબદ્ધતામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ એસેટ્‌સ કંપનીના ઉત્પાદનને વધારવા સાથે-સાથે શેલો વોટર ઓફશોર ફિલ્ડ્‌સના ફાસ્ટ-ટ્રેક ડેવલપમેન્ટ અને મોનેટાઇઝેશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

હાલમાં જ કેર્ને કન્ડક્ટર સપોર્ટેડ પ્લેટફોર્મ ઇન્સ્ટોલેશન હેઠળ ભારતનું પ્રથમ સબ-સી ટેમ્પ્લેટ સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે, જે ડીએસએફ બ્લોક્સમાં માર્જિનલ ફિલ્ડ મોનેટાઇઝેશન માટે એક મોટી તકનીકી સિદ્ધિ છે. આ પ્રી-ઇન્જિનિયર્ડ સ્ટીલ ફાઉન્ડેશન સમુદ્ર તળ પર સ્થાપિત કરવામાં આવ્યું છે જેથી ક્લસ્ટર ડ્રિલિંગ માટે સાચી પોઝિશનિંગ અને એલાઇનમેન્ટ સુનિશ્ચિત થાય, ઉપકરણોને સ્ટ્રક્ચરલ સપોર્ટ મળે અને વેલહેડ્‌સની સુરક્ષા થાય.

૭૨૮.૧૯ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા અંબે બ્લોક સપ્ટેમ્બર ૨૦૨૨માં બિડિંગ રાઉન્ડ હેઠળ કેર્નને ફાળવવામાં આવ્યો હતો. આ બ્લોકમાં પ્રથમ હાઇડ્રો કાર્બન શોધ કેર્નના અગાઉના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. કંપની પાસે આ બ્લોકમાં ૧૦૦% પાર્ટિસિપેટિંગ ઇન્ટરેસ્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.