પોશીનાના અજાવાસ પાસેથી ૧૪ કિલો ગાંજા સાથે બે પકડાયા
File
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાસ પાસેથી સોમવારે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ રાજસ્થાનના ઉદેપુર તાલુકાના અને પોશીના તાલુકાના ઝીઝણાટ ગામના મળી બે શકમંદોની ઝડતી લઈને તેમની પાસેથી અંદાજે રૂ. ૭.૬૪ લાખના ૧૪.૮૪ર કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતા.
ત્યારબાદ પકડાયેલા બંનેની સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ અટકાયત કરી મુદ્દામાલ કબજે લીધા બાદ પકડાયેલા બંને વિરૂધ્ધ એનડીપીએસ એકટની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ માટે તેમને પોશીના પોલીસને હવાલે કરાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે સોમવારે પ્રજાસત્તાક પર્વ હોવાને નાતે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ પોશીના પોલીસ સ્ટેશનની હદમાં તપાસ કરતાં હતા ત્યારે તેમને એવી બાતમી મળી હતી કે ઉદેપુર જિલ્લાના છાપર ગામનો
અને પોશીના તાલુકા ઝીઝણાટ ગામનો શખ્સ પ્લાસ્ટીકના થેલામાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો લઈ સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનની હદમાં આવી રહ્યા છે જે આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ અજાવાસ ગામ નજીકના જોડફળો વાસ રોડ પર સઘન ચેકિંગ શરૂ કર્યું હતુ.
