Western Times News

Gujarati News

સંસ્કૃતિ,સંસ્કાર સાયન્સના સુભગ સમન્વય સમા હળવદ મહર્ષિ ગુરુકુળના ‘TECHNOSCIENCE 2026’નુ સમાપન થયુ

(જીજ્ઞેશ રાવલ)હળવદ, હળવદ પંથકમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી અવિરત કાર્યરત ‘વિદ્યાતીર્થ એજ્યુકેશન ટ્રસ્ટ’ સંચાલિત મહર્ષિ ગુરુકુળ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેમજ સંસ્થાના સિલ્વર જ્યુબિલી (Silver Jubilee) વર્ષ નિમિત્તે તારીખ ૨૬/૨૭ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ વિજ્ઞાન અને કલા પ્રદર્શન ‘TECHNOSCIENCE 2026’નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.

હળવદ મહર્ષિ ગુરુકુળના રજત જયંતિ વર્ષ નિમિત્તે સંસ્થાના ચેરમેન રજનીભાઇ સંઘાણી, ટ્રસ્ટી અશોકભાઈ ગેહલોત તેમજ રાજુભાઈ ચનીયારાની ઉપસ્થિતીથીમા શોર્ય ચક વિજેતા કર્નલ નીરજ સૂદના વરદ હસ્તે ‘TECHNOSCIENCE 2026’નુ ભવ્ય ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.

જ્યારે,સમાપન કર્નલ દિગ્વિજયસિંહ કુશવાહની ઉપસ્થિતિમા કરવામા આવ્યુ હતુ.આ પ્રદર્શન તા.૨૬/૨૭ જાન્યુઆરીના રોજ સવારે ૯:૦૦થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મહર્ષિ ગુરુકુળ કેમ્પસ,રાણેકપર રોડ,હળવદ ખાતે તમામ જનતા માટે ખુલ્લું મુકવામા આવ્યુ હતુ.

આ મેગા ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત વિદ્યાર્થીઓમા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને કૌશલ્યયુક્ત (Skill Oriented) બનાવવાનો છે.આ પ્રદર્શનમા વિદ્યાર્થીઓએ માત્ર થીયરી નહીં,પરંતુ પ્રેક્ટિકલ નોલેજ દ્વારા સમાજ ઉપયોગી સંશોધનો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાએપ્લાઈડ આઈ.ટી.(Applied IT Projects)

કોમ્પ્યુટર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને IoT આધારિત સ્માર્ટ સિટી (Smart City), ક્લાઉડ કાઉન્ટિંગ (Cloud Counting), ડિજિટલ ઇન્વિટેશન મેનેજમેન્ટ,રાડારરડાર, સ્માર્ટ ડસ્ટબીન અને બ્લૂટૂથ/વાઈ-ફાઈ કાર જેવા અત્યાધુનિક પ્રોજેક્ટ્સ રજૂ કરવામા આવ્યા હતા,એપ્લાઈડ કેમેસ્ટ્રી (Applied Chemistry): વિદ્યાર્થીઓએ જાતે બનાવેલ રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ જેવી કે હર્બલ બામ, પેઈન રિલીફ ઓઈલ (Pain Relief Oil), લિક્વિડ ડિટર્જન્ટ,હર્બલ સાબુ અને ઓર્ગેનિક કલર્સ આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.

જયારે,એપ્લાઈડ માઈક્રોબાયોલોજી (Applied Microbiology) સ્વાસ્થ્ય જાગૃતિ માટે બ્લડ સુગર,બી.પી. ટેસ્ટિંગ,હિમોગ્લોબિન ટેસ્ટિંગ અને ફિટનેસ જ્યુસ જેવા લાઈવ ડેમોન્સ્ટ્રેશન રાખવામા આવ્યા હતા. જયારે,હેરિટેજ ટ્રેડિશનલ આર્ટ (Heritage & Art) ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા લિપણ આર્ટ,રેઝીન આર્ટ, ગૂંથણ કામ,સિલાઈ કામ અને હેન્ડમેડ ઓર્નામેન્ટ્સના પ્રદર્શન સાથે ગ્રામ્ય જીવનના ઝૂંપડી,ખેતર,કુવા, નહેર-પુલ,

બાળકને ઝૂલો ઝૂલાવતા-અનાજ સાફ કરતી-પથ્થરની ઘન્ટીમા અનાજ દળતી,દેશી ચૂલા પર રોટલા ઘડતી ગામઠી સ્ત્રીઓ,ઝાડ પરના ઝૂલા તેમજ ગામના ચોરે ગામઠી પોશાકમા બેઠેલા વિદ્યાર્થીઓ એ આબેહૂબ ગ્રામ્ય જીવનની ઝાંખી કરાવી હતી. રાષ્ટ્રભાવના (Rashtra Bhavana): દેશભક્તિના રંગે રંગાયેલ આ વિભાગમા આર્મી અવેરનેસ (Army Awareness),સેલ્ફ ડિફેન્સ(Self-Defenceના લાઈવ ડેમો,

સ્પર્ધાઓ-ફન ઝોનમા ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રતિભાઓને મંચ આપવા માટે ટ્રેઝર હન્ટ (Treasure Hunt), રીલ્સ મેકિંગ (Reels Making), એડ ફિલ્મ મેકિંગ (Ad Film Making) અને મિસ્ટ્રી ગેમ્સ જેવી રોચક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ, જયારે,મુલાકાતીઓ માટે ફન પાર્ક-ફૂડ ઝોનની વ્યવસ્થા કરવામા આવી હતી.

આ ભવ્ય કાર્યક્રમમા ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ,આર્મીના જવાનો, સરકારશ્રીના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ,પોલીસ વિભાગના વડાઓ,બેંક મેનેજર્સ,સૌરાષ્ટ્રભરની નામાંકિત શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓ ખાસ ઉપસ્થિત રહી,વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુરુકુળના તમામ સ્ટાફ ગણ,વિદ્યાર્થીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.