યુએસ-મેક્સિકો સરહદે બોર્ડર પેટ્રોલના જવાનોના ફાયરિંગમાં માનવ તસ્કર ઇજાગ્રસ્ત
એરિવાકા (યુએસ), અમેરિકા અને મેક્સિકોની સરહદ નજીક માનવ તસ્કરીના વ્યવસાય સાથે સંકળાયેલા એક વ્યક્તિ ઉપર બોર્ડર પેટ્રોલના જવાનોએ કરેલાં ફાયરિંગમાં તે ગંભીર રીતે ઇજા પામ્યો છે.
આ માનવ તસ્કરે સૌ પ્રથમ બોર્ડર પેટ્રોલના જવાનોના હેલિકોપ્ટર ઉપર ફાયરિંગ કર્યું હતું જેના જવાબમાં જવાનોએ સામે ફાયરિંગ કરીને તેને ઇજાગ્રસ્ત કરી નાંખ્યો હતો એમ સત્તાવાળાઓએ કહ્યું હતું.ફેડરલ એજન્ટોએ ૩૪ વર્ષીય એરિઝોનાના રહિશ એવા આ માનવ તસ્કરને એરિવાકા નજીક એક ચાર રસ્તા પાસે ટ્રાફિકમાં રોકીને તેને ઝડપી લેવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ તેણે એજન્ટો ઉપર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં તેઓના હેલિકોપ્ટર ઉપર પણ ફાયરિંગ કર્યું હતું,
જેના જવાબમાં એજન્ટોએ પણ વળતો ગોળિબાર કરતાં તેને ગોળી વાગી હતી અને તેને ગંભીર રીતે ઘાયલ થયો હતો એમ અહીંના ફિનિક્સ શહેર સ્થિત એફબીઆઇના મથકના વડા હિથ જેકે કહ્યું હતું. પેટ્રિક ગેરી નામના આ શકમંદને બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને મંગળવારે સાંજે તેની તબિયત સુધારા ઉપર હતી. પોલીસે કહ્યું હતું કે મારું માનવું છે કે આ ફાયરિંગ બોર્ડર પેટ્રોલના જવાનોએ કર્યું હતું અને તેઓએ કાયદાની મર્યાદામાં રહીને ફાયરિંગ કર્યું હતું.SS1MS
