દીપિકા પાદુકોણ મારી લકી ચાર્મ છે, તે બિલકુલ અલગ રૂપમાં જોવા મળશે
મુંબઈ, અટલીની આગામી તેલુગુ સાયન્સ ફિક્શન ફિલ્મમાં અલુ અર્જુન સાથે દીપિકા પાદુકોણ પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. ત્યારે ફિલ્મમેકર એટલીએ ફરી એકવાર દીપિકા પાદુકોણ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યાે છે. અલુ અર્જુન સાથેની તેની મહાત્વાકાંક્ષી તેલુગુ પેન-ઇન્ડિયા ફિલ્મ એએ૨૨એક્સએ૬માં દીપિકા જોડાઈ હોવાનું જાહેર થયા બાદ એટલીએ જણાવ્યું કે દીપિકા પાદુકોણ તેના માટે “લકી ચાર્મ” સમાન છે.
અગાઉ અટલીએ દીપિકા અને શાહરુખ સાથે જવાન ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મની સફળતા બાદ ફરી દીપિકા સાથે કામ કરતા અટલીએ સંકેત આપ્યો કે દર્શકોને આ ફિલ્મમાં દીપિકાનું એકદમ નવું અને આશ્ચર્યજનક રૂપ જોવા મળશે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અટલીએ જવાન બાદ બીજી વાર દીપિકા સાથે કામ કરવા વિશે ખુલીને વાત કરી અને માતા બન્યાં પછી દીપિકાએ તેની ફિલ્મ સાથે કમબૅક કરવાનો નિર્ણય લીધો તે અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યાે.
અટલીએ કહ્યું, “હા, દીપિકા મારી લકી ચાર્મ છે. દીપિકા સાથે આ મારી બીજી ફિલ્મ છે અને તે અદભુત છે, અવિશ્વસનીય છે.” અટલીએ જણાવ્યું કે આ ફિલ્મમાં દીપિકાનું “સંપૂર્ણપણે અલગ સ્વરૂપ” જોવા મળશે, જે માતા બન્યાં બાદ તેની સિલ્વર સ્ક્રીન પરની વાપસીને કારણે ખાસ હશે. એએ૨૨એક્સએ૬ દીપિકા પાદુકોણ અને અલુ અર્જુન પહેલી વખત ઓન-સ્ક્રીન જોડી જમાવતા જોવા મળશે.
ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. અટલીએ આ પ્રોજેક્ટને પોતાની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ ગણાવી છે અને જણાવ્યું છે કે હાલ તેની ટીમ તેની કલ્પનાને સાકાર કરવા દિવસ-રાત મહેનત કરી રહી છે. તેણે કહ્યું, “દરરોજ અમે કંઈક નવું શોધી રહ્યા છીએ. લોકો ફિલ્મ વિશે સાંભળવા ઉત્સુક છે, એ મને ખબર છે અને સાચું કહું તો, દર્શકો કરતાં વધારે હું પોતે બધું જણાવવા આતુર છું.
અમે ઊંÎયા વગરની રાતો પસાર કરી રહ્યા છીએ. આ કોઈ બહાનું નથી, પણ અમે પણ એટલાં જ ઉત્સાહિત છીએ. અમે સૌ માટે કંઈક બહુ મોટું બનાવવા જઈ રહ્યા છીએ. અમારી વાતનો વિશ્વાસ કરો, અણે એક એવી ફિલ્મ બનાવવાની કોશિશ કરી રહ્યાં છીએ, જે જોઈ દરેક વ્યક્તિને મજા આવશે.”આ વર્ષની શરૂઆતમાં નિર્માતાઓએ ઓફિશિયલી દીપિકાનું આ ફિલ્મમાં સ્વાગત કર્યું હતું.
અટલી સાથેની તેની વાતચીતનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેનાં એક્શનથી ભરપૂર પાત્રની ઝલક પણ આપવામાં આવી હતી. નિર્માતાઓએ વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું, “ધ ક્વીન માર્ચીસ ટુ કોંકર! વેલકમ ઓનબોર્ડ”(રાણી જીતવા માટે કૂચ કરશે! અમારી ફિલ્મમાં સ્વાગત છે) એએ૨૨એક્સએ૬ દીપિકા પાદુકોણની બીજી તેલુગુ પેન-ઇન્ડિયા ફિલ્મ હશે.
તે પહેલાં તેણે કલકી ૨૮૯૮ એડીમાં કામ કર્યું હતું. જેમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ઉપરાંત, દીપિકા આગામી સમયમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ કિંગમાં શાહરૂખ ખાન સાથે જોવા મળશે, જે ૨૦૨૬માં રિલીઝ થવાની છે.SS1MS
