Western Times News

Gujarati News

‘માઇકલ’: માઈકલ જેક્સનની બાયોપિકનું આંતરરાષ્ટ્રીય પ્રીમિયર બર્લિનમાં યોજાશે

મુંબઈ, પોપ આઇકન માઈકલ જેક્સનની જીવનકથા પર આધારિત આવનારી બાયોગ્રાફિકલ ફિલ્મ માઇકલનું ઇન્ટરનેશનલ પ્રીમિયર બર્લિન ખાતે યોજાવા જઇ રહ્યું છે. એકેડેમી એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર ગ્રેહમ કિંગે મ્યુનિક ફિલ્મ વીક દરમિયાન આ જાહેરાત કરી હતી.

ફિલ્મનું પ્રીમિયર ૧૦ એપ્રિલે યોજાવાનું છે અને ત્યાર બાદ વિશ્વસ્તરે આ ફિલ્મનાં એક ખાસ ગ્લોબલ ફેન સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે.નિર્માતાઓના જણાવ્યા અનુસાર, બર્લિનમાં યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પ્રીમિયરમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને ફિલ્મમેકર્સ હાજર રહેશે. આ કાર્યક્રમ માઈકલ જેક્સનની સંગીતયાત્રા, તેના પ્રભાવ અને તેણે કરેલી સાંસ્કૃતિક ક્રાંતિને સમર્પિત વિશેષ ફેન ઇવેન્ટ સાથે શરૂ થશે.

માઇકલના પ્રીમિયર અને ફેન સેલિબ્રેશન અંગેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.ગ્રેહમ કિંગના બેનર હેઠળ બનેલી માઇકલનું ડિરેક્શન એન્ટોઇન ફુકાએ કર્યું છે અને આ ફિલ્મ ત્રણ વખત એકેડેમી એવોર્ડ માટે નોમિનેટ થયેલા જોન લોગાને લખી છે.

ફિલ્મને માઈકલ જેક્સનની જીવનયાત્રાનાં સિનેમેટિક ચિત્રણ તરીકે પ્રમોટ કરવામાં આવી છે—જેમાં બાળ કલાકાર અને જેક્સન ફાઇવના લીડ સિંગર તરીકેના માઇકલ જેક્સનના શરૂઆતના દિવસોથી લઈને વર્લ્ડ મ્યુઝિકના ઇતિહાસના સૌથી પ્રભાવશાળી એન્ટરટેઇનર્સમાંના એક બનવાની સફર રજૂ કરવામાં આવશે.

ફિલ્મમાં સ્ટેજ સિવાયનું માઈકલ જેક્સનનું જીવન તેમજ સોલો કલાકાર તરીકેની તેની પ્રગતિ બંનેને આવરી લેવામાં આવ્યા છે, સાથે જ તેનાં કેટલીક સૌથી પ્રખ્યાત પરફોર્મન્સને ફરીથી ક્રિએટ કરવામાં આવી રહ્યા છે. કથાવસ્તુ તેની કારકિર્દીને ઘડનાર મહત્ત્વાકાંક્ષા, શિસ્ત અને સર્જનાત્મક ઉર્જા પર કેન્દ્રિત છે, જે દર્શકોને સંગીત પાછળના વ્યક્તિને નજીકથી જાણવાની તક આપશે.

માઇકલ ફિલ્મથી જાફર જેક્સન ફીચર ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યો છે, જેમાં તે પોતાના મામા માઈકલ જેક્સનની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં નિયા લાંગ, લૌરા હેરિયર અને જુલિયાનો ક્‰ વાલ્દી પણ છે, જ્યારે માઈલ્સ ટેલર અને બે વખત એકેડેમી એવોર્ડ માટે નોમિનેટ થયેલા કોલમન ડોમિંગો મહત્વના રોલમાં જોવા મળશે.ટ્રેનિંગ ડે, ઓલિમ્પસ હેઝ ફોલન અને ધ ઇક્વિલાઇઝર ળેન્ચાઇઝી જેવી ફિલ્મો માટે જાણીતા એન્ટોઇન ફુક્વા આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે.

ગ્રેહમ કિંગ સાથે સાથે, ફિલ્મનું પ્રોડક્શન જોન બ્રાન્કા અને જોન મેક્લેઇને કર્યું છે—બંને માઈકલ જેક્સનના એસ્ટેટ સાથે નજીકથી જોડાયેલા છે અને ધિસ ઇઝ ઇટ તેમજ થ્રિલર ૪૦ જેવા પ્રોજેક્ટ્‌સમાં પણ સંકળાયેલા રહ્યા છે. બર્લિન પ્રીમિયર અને ગ્લોબલ ફેન સેલિબ્રેશન સાથે માઇકલને તેની વિશ્વવ્યાપી રિલીઝ પહેલાં એક મોટા આંતરરાષ્ટ્રીય સિનેમેટિક ઇવેન્ટ તરીકે રજૂ કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.