ભગવાન જે આપી રહ્યા છે, તે હું સ્વીકારી રહ્યો છું – દિલજીત દોસાંઝ
મુંબઈ, દિલજિત દોસાંજે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે છે, આ વીડિયોમાં બોર્ડર ૨માં ભારતીય વાયુસેના અધિકારી નિર્મલ જીત સિંહ સેખોંની ભૂમિકા ભજવી રહેલા દિલજીત દોસાંઝે તે દિવસોને યાદ કર્યા, જ્યારે તેની પાસે બોર્ડર જોવા માટે પણ પૂરતા પૈસા નહોતા. બોર્ડર ૨ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.
દર્શકોના મજબુત પ્રતિસાદ સાથે ફિલ્મ સાથે જોડાયેલા દરેક કલાકારના પ્રશંસા વખાણ થઈ રહ્યા છે. ફિલ્મની સફળતાની સાથે દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો શેર કર્યાે, જેમાં તેણે ૧૯૯૭ના યુદ્ધ આધારિત ફિલ્મ બોર્ડર સાથેનો પોતાનો અંગત સંયોગ પણ કબૂલ્યો છે.વીડિયોમાં દિલજીતે બોર્ડર રિલીઝ થઈ ત્યારે આસપાસના માહોલને યાદ કર્યાે.
તેણે કહ્યું, “બોર્ડર આવી છે એવો એટલો શોર હતો કે એવું લાગતું હતું કે આખા દેશમાં જ એની ચર્ચા છે. તે સમયમાં તો ઘરવાળા થિયેટરમાં જવા પણ દેતા નહોતા. અમારી પાસે એટલા પૈસા પણ નહોતા કે થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ શકીએ. પછી જ્યારે બોર્ડર ટીવી પર આવી, ત્યારે મેં જોઈ હતી.” ટીવી પર ફિલ્મ આવવાની રાહ જોવી પણ એક ઘટના જેવી હતી.
તેણે ઉમેર્યું, “એટલે અમે બસ રાહ જોતાં જ રહેતાં—ક્યારે આવશે અને ક્યારે જોઈશું. મેં બોર્ડર બે-ત્રણ વખત જોઈ છે, કારણ કે આ એવી ફિલ્મ છે કે મને લાગે છે કે એ આપણા દેશની ફિલ્મ છે. લગભગ બધાએ જોઈ છે, એટલે જ એની એટલી ચર્ચા હતી.”દિલજીતે બીજા લોકો પાસેથી સાંભળેલી વાતોએ પોતાનો ઉત્સાહ કેવી રીતે વધાર્યાે તે પણ યાદ કર્યું.
તેણે કહ્યું, “મને યાદ છે, અમારા મહોલ્લામાં એક માણસ જોઈને આવ્યો હતો. તેણે કહ્યું કે લોકો ખૂબ એન્જોય કરી રહ્યા હતા, થિયેટરમાં ફિલ્મનો માહોલ જ કમાલનો હતો. એની વાતો સાંભળીને હું એટલો ઉત્સાહિત થઈ ગયો હતો કે નક્કી કર્યું—જ્યારે પણ ટીવી પર આવશે, હું ચોક્કસ જોઈશ.”આજે જીવન તેને જ્યાં લઈ આવ્યું છે તે અંગે ગાયક-અભિનેતાએ વિનમ્રતા અને કૃતજ્ઞતા વ્યક્ત કરીને કહ્યું, “એટલે મેં ટીવી પર જોઈ.
આજે મારી જે લાગણી છે ને, તે એવી છે કે ભગવાન જે આપી રહ્યા છે, હું તે સ્વીકારી રહ્યો છું. મને નથી લાગતું કે હું આ ફિલ્મનો ભાગ બનવા માટે લાયક પણ છું કે નહીં. પરંતુ ભગવાન જે કંઈ આપે છે, તેના માટે આભારી છું.
નિર્મલ જીત સિંહ સેખોંજીનો આભાર માનું છું કે તેમણે મને આ તક આપી અને તેમનું પાત્ર ભજવવાની મંજૂરી આપી…”બોર્ડર ૨એ વર્લ્ડ વાઇડ લગભગ ૨૮૦ કરોડના આંકડાને પાર કરી લીધો છે અને ફિલ્મના પ્રોડ્યુસર ભુષણ કુમારે બોર્ડર ૩ની પણ જાહેરાત કરી દીધી છે. ભૂષણ કુમારે બોર્ડર ૩ અંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, “અમે અનુરાગ સિંહની કંપની અને મારી કંપની સાથે મળીને એક જાઇન્ટ વેન્ચર કરી રહ્યા છીએ—એક અલગ ફિલ્મ. દિગ્દર્શન અનુરાગ સિંહ કરશે અને કંઈક નવું જોવા મળશે. બોર્ડર ૩ યોગ્ય સમયે જરૂર બનશે.”SS1MS
