Western Times News

Gujarati News

ફરહાન અખ્તરની મણિપુરી ફિલ્મ “બૂંગ”એ રચ્યો રેકોર્ડ

મુંબઈ, ફરહાન અખ્તરની મણિપુરી ફિલ્મ “બૂંગ” બાફ્ટા એવોર્ડ માટે નામાંકિત થઈ છે.બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોડ્‌ર્સ માટેના નામાંકનોની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી.

ભારતીય ફિલ્મ “બૂંગ” એ આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સમારોહમાં પોતાનું સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.આ પ્રાદેશિક ફિલ્મનું નિર્માણ દિગ્દર્શક-નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ મુજબ, મણિપુરી ફિલ્મ “બૂંગ” ને “શ્રેષ્ઠ બાળકો અને કુટુંબ ફિલ્મ“ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી છે. મણિપુરી ફિલ્મ “બૂંગ” આ શ્રેણીમાં અન્ય મુખ્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મો સાથે સ્પર્ધા કરશે, જેમાં “આર્કાે,” “લીલો એન્ડ સ્ટીચ,” અને “ઝુટ્રોપોલિસ”નો સમાવેશ થાય છે.‘બૂંગ’નું નિર્દેશન લક્ષ્મીપ્રિયા દેવી દ્વારા કરવામાં આવ્યું છે અને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની કંપની, એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો, ગુગુન કિપગેન મુખ્ય પાત્ર ‘બ્રોજેન્દ્રો ઉર્ફે બુંગ’ ભજવે છે.

ઉપરાંત, બાલા હિજામ, અંગમ સનામત્તમ, વિક્રમ કોચર, નેમેટિયા નગનબામ, જેની ખુરાઈ, હમોમ સદાનંદ, થૌડમ બ્રજબિધુ અને મોધુબાલા થૌડમ જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં દેખાય છે.સપ્ટેમ્બર ૨૦૨૪ માં રિલીઝ થયેલી આ ફિલ્મ ‘બૂંગ’ નામના એક નાના છોકરાની વાર્તા કહે છે, જે મણિપુરની ટેકરીઓમાં રહે છે. તે તેની માતાને એક આશ્ચર્યજનક ભેટ આપવાની યોજના ધરાવે છે.

બુંગ માને છે કે તેના અલગ થયેલા પિતાને ઘરે પાછા લાવવા એ તેના માટે સૌથી મોટી ભેટ હશે. આ આશા સાથે, બુંગ તેના પિતાની શોધમાં નીકળે છે, પરંતુ તેની સફરમાં, તેને ઘણા અણધાર્યા આશ્ચર્યનો સામનો કરવો પડે છે.“બૂંગ” નો વર્લ્ડ પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં થયો હતો.

ગયા વર્ષે, આ ફિલ્મને મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પોટલાઇટ ફિલ્મ તરીકે પણ સામેલ કરવામાં આવી હતી.જણાવી દઈએ કે બાફ્ટા એવોડ્‌ર્સ ૨૨ ફેબ્›આરી, ૨૦૨૬ ના રોજ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાશે. સ્કોટિશ અભિનેતા, લેખક અને હોસ્ટ એલન કમિંગ એવોર્ડ નાઇટનું આયોજન કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.