હિમ્મતનગર–ખેડબ્રહ્મા નવનિર્મિત બ્રોડગેજ રેલખંડનું 25 કેએવી એ.સી. વિદ્યુતીકરણ પૂર્ણ, વિદ્યુત ટ્રેન સંચાલનને મંજૂરી મળી.
પ્રતિકાત્મક
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની હિમ્મતનગર અને ખેડબ્રહ્માને જોડતી ઐતિહાસિક મીટર ગેજ રેલવે લાઈન, જે એક સદી કરતાં વધુ સમયથી સાબરકાંઠા વિસ્તારની જીવનરેખા રહી હતી, હવે આધુનિક બ્રોડ ગેજ સ્વરૂપમાં ફરીથી ખુલવા જઈ રહી છે. હિમ્મતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે 55.672 કિમી નવનિર્મિત બ્રોડ ગેજ રેલખંડનું 25 કેવી, 50 હર્ટ્ઝ, એ.સી. ઇલેક્ટ્રિક ટ્રેક્શન પ્રણાલી સાથે ઇલેક્ટ્રિફિકેશન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.
હિમ્મતનગર–ખેડબ્રહ્મા મીટર ગેજ સેક્શન પર 01 જાન્યુઆરી 2017થી રેલ યાતાયાત બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હિમ્મતનગર–ખેડબ્રહ્મા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ, જે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 55 કિમીથી વધુની દૂરીને આવરી લે છે, આ પ્રોજેક્ટને 2 જૂન 2022ના રોજ ₹482 કરોડની કિંમતે મંજૂરી મળી હતી.
માનનીય પ્રધાનમંત્રી જી દ્વારા 18 જૂન 2022ના રોજ આ ગેજ પરિવર્તનનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું, જેને લગભગ 3 વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય મુખ્ય ઇલેક્ટ્રિક એન્જિનિયર (PCEE) શ્રી રજનીશ કુમાર ગોયલ, IRSEE દ્વારા 28 જાન્યુઆરી 2026ના રોજ આ સેક્શન ને યાત્રી અને માલગાડી સેવાઓ માટે વિદ્યુત એન્જિનોના સંચાલન હેતુ અધિકૃત કરી દેવામાં આવ્યો છે.
આ ખંડ પર ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE), ટ્રેક્શન સબ-સ્ટેશન, સેક્શનિંગ અને પેરેલલિંગ પોસ્ટ, બોન્ડિંગ અને અર્થિંગ વ્યવસ્થા તથા સિગ્નલિંગ અને દૂરસંચાર પ્રણાલીઓ સાથે આ સમન્વય જેવા બધા તકનીકી કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ સેક્શન પર 08 જાન્યુઆરી 2026ના રોજ ઇલેક્ટ્રિક લોકોનો સફળ ટ્રાયલ કરવામાં આવ્યો હતો. PCEE તથા અમદાવાદ મંડળ અને નિર્માણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ પછી રેલવે (Opening for Public Carriage of Passengers) નિયમોના પ્રાવધાનો હેઠળ આ ખંડને વિદ્યુત સંચાલન હેતુ મંજૂરી આપવામાં આવી છે.
આ ખંડ પર વિદ્યુત એન્જિનનો સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું, જેમાં OHE, વિદ્યુત આપુર્તિ વ્યવસ્થા, ટર્નઆઉટ, ક્રોસઓવર તથા અન્ય સુરક્ષા અને સંરક્ષણ પ્રણાલીઓની કાર્યક્ષમતા ઠીક મળી છે.
આ વિદ્યુતીકરણથી ઇંધણની બચત, પર્યાવરણ સંરક્ષણ, માલ ઢુલાઈ ક્ષમતામાં વધારો, યાત્રી ગાડીઓની વધુ સારી ગતિ અને ત્વરણ તથા સંચાલન ખર્ચમાં ઘટાડો જેવા મહત્વપૂર્ણ લાભ મળશે, જેનાથી વિસ્તારમાં સુરક્ષિત, કુશળ અને હરિત રેલ પરિવહનને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટથી વિસ્તારમાં રેલ સંચાલન વધુ આધુનિક, પર્યાવરણ અનુકૂળ અને ઊર્જા કુશળ બનશે, જેનાથી યાત્રીઓને વધુ સારી સેવા અને માલ પરિવહનને ગતિ મળશે.
