વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ થતાં ફેન્સ ટેન્શનમાં
નવી દિલ્હી, ક્રિકેટ જગતના સુપરસ્ટાર વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શુક્રવારે અચાનક સર્ચમાંથી ગાયબ થઈ જતાં લાખો ચાહકો ચોંકી ગયા છે. જ્યારે ફેન્સ કોહલીની પ્રોફાઇલ ઓપન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પ્રોફાઈલ ઈસન્ટ અવેલેબેલનો મેસેજ જોવા મળે છે. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે વિરાટના ભાઈ વિકાસ કોહલીનું એકાઉન્ટ પણ શુક્રવાર સવારથી દેખાતું બંધ થઈ ગયું છે.
અત્યાર સુધી કોહલીની ટીમ કે ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેના કારણે આ એકાઉન્ટ હેક થયું છે કે જાણીજોઈને ડિએક્ટિવેટ કરાયું છે તે અંગે અટકળો તેજ થઈ છે.
વિરાટના એકાઉન્ટ ગાયબ થતા પહેલા જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય સ્ટોરી મૂકી હતી, જેમાં તેણે લખ્યું હતું કે “કંઈક મોટું આવી રહ્યું છે” અને અંતમાં કોલાબ ટેગનો ઉપયોગ કર્યાે હતો.
આ જોતા સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે વિરાટનું એકાઉન્ટ ગાયબ થવું એ કોઈ મોટી બ્રાન્ડના પ્રમોશનલ કેમ્પેઈનનો ભાગ હોઈ શકે છે. અગાઉ પણ ઘણા સેલિબ્રિટીઝ કોઈ મોટી જાહેરાત કરતા પહેલા પોતાના એકાઉન્ટ આ રીતે હાઈડ કરી ચૂક્યા છે.ઇન્ટરનેટ પર વિરાટના ગાયબ થવાને હાલમાં વાયરલ થયેલા મિસિંગ પેÂન્ગવિન ટ્રેન્ડ સાથે જોડવામાં આવી રહ્યું છે.
નેટીઝન્સ મજાકમાં લખી રહ્યા છે કે ૨૦૨૬નું વર્ષ ગાયબ થવાનું વર્ષ છે, જ્યાં પેન્ગ્વિન અને કોહલી બંને વગર કહ્યે ‘વોક આઉટ’ કરી ગયા છે. બીજી તરફ, ચિંતિત ચાહકો અનુષ્કા શર્માની પોસ્ટ પર જઈને “ભાભી, ભાઈનું એકાઉન્ટ ક્યાં ગયું?” તેવા સવાલો પૂછી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે વિરાટનું એક્સ એકાઉન્ટ હજુ પણ એક્ટિવ છે.ભલે સોશિયલ મીડિયા પર સસ્પેન્સ હોય, પરંતુ મેદાન પર ૩૭ વર્ષીય વિરાટ કોહલીનું ફોર્મ જબરદસ્ત રહ્યું છે.
ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ તે લંડન પરત ફર્યાે છે. તેણે છેલ્લી ૯ વનડે મેચમાં ૬૧૬ રન બનાવ્યા છે, જેમાં ૩ સદીનો સમાવેશ થાય છે. કોહલી ટૂંક સમયમાં જ આઈપીએલ ૨૦૨૬ માં આરસીબી માટે રમતા જોવા મળશે, જ્યાં તેની ટીમ પોતાનું ટાઇટલ બચાવવા મેદાનમાં ઉતરશે.SS1MS
