જૂનાગઢના હત્યાકેસમાં આરોપીને આજીવન કેદ
જૂનાગઢ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અંદાજે અઢી વર્ષ પહેલાં થયેલી કર્મચારીની લોહિયાળ હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે પીએમ વિભાગના કર્મચારીની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર પટ્ટાવાળા અતુલ ઉર્ફે મોન્ટી પરમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે.
૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પીએમ વિભાગમાં ફરજ બજાવતા અરવિંદ જેઠવા ઇમરજન્સી વોર્ડ પાસે આરામ કરી રહ્યા હતા. આ સમયે કોન્ટ્રાક્ટ પર પટ્ટાવાળા તરીકે કામ કરતા અતુલ પરમારે ઓચિંતા ધસી આવી અરવિંદભાઈ પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
ગંભીર રીતે ઘવાયેલા કર્મચારીએ દમ તોડતા પહેલા આરોપી તરીકે અતુલનું નામ આપ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હુમલો એટલો ભયાનક હતો કે મૃતકના પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એન.કે. પુરોહિતની દલીલો અને ટેકનિકલ પુરાવાઓને કોર્ટે માન્ય રાખ્યા હતા.સેશન્સ કોર્ટે ચુકાદો આપતી વખતે નોંધ્યું હતું કે હત્યા અત્યંત ક્‰રતાપૂર્વક કરવામાં આવી છે. જોકે, આરોપીની ૨૫ વર્ષની નાની વય અને તેના પરિવારની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને ફાંસીની સજાના બદલે આજીવન કેદની સજા ભોગવવાનો આદેશ આપ્યો છે.SS1MS
