સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પર ધોળા દિવસે સગીરની છરીના ઘા ઝીંકી હત્યા
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા સર્કલ પાસે એક સગીરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, અંદાજે ૧૬ વર્ષની વયના સગીર પર બે થી ત્રણ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યાે હતો. પ્રાથમિક તપાસમાં આ લોહિયાળ ઘટના અંગત અદાવતમાં અંજામ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલાખોરો સગીરની હત્યા કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.SS1MS
