લક્ઝરી કારમાં ફરનારા ગોવિંદાનો નવો વીડિયો જોઈને યુઝર્સ ચોંક્યા
મુંબઈ, લગ્ઝરી કારમાં ફરનારા બોલિવૂડ એક્ટર ગોવિંદાનો નવો વીડિયો જોઈને યુઝર્સ ચોંકી ઉઠ્યા છે. એક સમયે મોટા પડદા પર અને મોંઘી ગાડીઓમાં ફરતો ગોવિંદા હવે નાના સ્ટેજ શા, ઓર્કેસ્ટ્રા, લગ્ન અને જન્મદિવસના કાર્યક્રમોમાં નાચતો દેખાયો છે. એક સમયે હતો ત્યારે ગોવિંદા મોટા બજેટની ફિલ્મો અને શામાં જોવા મળતો હતો.
ગોવિંદાની લગ્ઝરી લાઈફ-સ્ટાઈલની ઘણી ચર્ચા થતી હતી. તેમના માટે મર્સડીઝ-મ્સ્ઉ જેવી કારમાં ફરવું સામાન્ય હતું. પરંતુ હવે સ્થિત બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં તાજેતરમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ગોવિંદા ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક સ્કૂલ ઈવેન્ટમાં હાજરી આપી હતી. વીડિયોમાં ગોવિંદા રિસીવ કરવા માટે આવેલી હ્યુન્ડાઈ ઓરા કારમાં જતો જોવા મળ્યો હતો.
ઘણા યુઝર્સ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા અને તેને મોટો પતન ગણાવી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે, એક સમય હતો જ્યારે ગોવિંદા લક્ઝરી કારમાંથી નીચે ઉતરતા નહોતા, અને હવે તેમના માટે એક સામાન્ય કાર મોકલવામાં આવી છે. આ ઉપરાંત, વધુ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ગોવિંદા સ્કૂલના બાળકો અને દર્શકો સામે ડાન્સ કરતાં જોવા મળે છે.
ગોવિંદાનો આ અંદાજ તેના ચાહકો માટે થોડી વિચિત્ર અને આઘાતજનક હતો, કારણ કે એક સમય હતો જ્યારે ગોવિંદા ફક્ત ચમકદાર ફિલ્મી દુનિયામાં જ જોવા મળતો હતો.ગોવિંદાના આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “કેટલી મોટી પડતી! આ વીડિયો જોઈને મને આઘાત લાગ્યો.” અન્ય લોકોએ પણ આઘાત વ્યક્ત કરતા કહ્યું કે, એક સમયે મોટા સ્ટાર રહેલા ગોવિંદા હવે નાના સ્ટેજ પર અને સસ્તી કારમાં જોવા મળે છે.
ઘણા લોકોએ તેને મોટો પતન ગણાવ્યો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવા છતાં, ગોવિંદા તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેની પત્ની સુનિતા આહુજા નિવેદન આપે છે, તો ક્યારેક ગોવિંદા પ્રતિક્રિયા આપે છે. ગોવિંદાના ચાહકો લાંબા સમયથી મોટા પડદા પર તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલમાં ગોવિંદા નાના કાર્યક્રમોમાં જોવા મળી રહ્યો છે.SS1MS
