Western Times News

Gujarati News

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ કરાયો

આદિવાસી સંસ્કૃતિહસ્તકલા અને વનૌષધિઓના  સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી: આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ

આગામી તા. ૩ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં  ૭૫ સ્ટોલ તથા ૧૦૦થી વધુ આદિવાસી કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત

       આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિઆહારવનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન તા. ૨૮ જાન્યુઆરી૨૦૨૬ના રોજ સાબરમતી રિવરફ્રન્ટઅમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. ૦૩ ફેબ્રુઆરી સુધી યોજાશે.

આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અહી દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નૃત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરશે તેમજ કુલ ૭૫ સ્ટોલ તથા ૧૧૨ હસ્ત કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત રહ્યા છે. મંત્રીશ્રીએ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા.

આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કેઆપણે પ્રાકૃતિકકુદરતી ખેતીવાડી કે અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએપરંતુ તેને બ્રાન્ડ બનાવી શક્યા નથી. જે માટે આ વસ્તુઓ પર વિશ્વાસગુણવત્તા અને ભરોસો ઊભો કરવાનો છેજેથી આપણે આપણી ચીજ વસ્તુઓની સારી બ્રાન્ડ બનાવી શકીએ. આમઆદિવાસી સંસ્કૃતિહસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કેઆજે સમાજમાં ફાસ્ટ ફૂડવાળા ખોરાકને કારણે અનેક રોગ વધ્યા છે. આ રોગોને નિવારવા માટે પ્રાકૃતિક પેદાશોવાળા ખોરાકની ખૂબ જ જરૂરિયાત છે. આગામી સમયમાં પ્રાકૃતિક ચીજ વસ્તુઓની ખૂબ આવશ્યકતા રહેવાની હોવાથી આ પ્રાકૃતિક અને પરંપરાગત ચીજ વસ્તુઓ જાળવી રાખવી અત્યંત જરૂરી છે.

મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કેદેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સંસ્કૃતિપરંપરાહસ્તકલાપોશાકભાષાનૃત્યખોરાકવન ઔષધીઓવિચારોઆધ્યાત્મિકતા વગેરેનું સવિશેષ સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહ્યા છે. જે માટે તેમણે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે.

મને ગર્વ છે કે હું હિન્દુ છુંમને ગર્વ છે કે હું ભારતીય છું અને તેનાથી પણ સવિશેષ મને ગર્વ છે કે હું આદિવાસી છુંતેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કેઆદિવાસી સમુદાયે મારામાં પ્રાકૃતિક અને જમીની સ્તરના મૂલ્યોનું સિંચન કર્યું છે. પોતાના વ્યાવસાયિક અનુભવો વર્ણવતા કહ્યું હતું કેતેમણે પોતાની વ્યાવસાયિક કારકિર્દી નાના ફટાકડાના ધંધાથી શરૂ કરી હતી. આજે તેઓ જુદા જુદા વ્યવસાયો કરીને એક ઉત્તમ વેપારી બની શક્યા છે. વેપારમાં સાહસિકતાધૈર્ય અને પ્રામાણિકતા ખૂબ જરૂરી છે. વેપારમાં નુકસાન થાય તો ડરવું નહીંપરંતુ મનોમંથન કરવું આવશ્યક છે.

આ કાર્યક્રમમાં કાર્યપાલક નિયામક શ્રી ડો. સી. સી. ચૌધરીએ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીનો પરિચય અને સોસાયટી દ્વારા આદિવાસી સમુદાયના સંદર્ભમાં કરવામાં આવેલ સંશોધનતાલીમઆદિવાસી મેળાઓ વગેરે સંબંધિત કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્યરત યોજનાઓ જેમકે PM-JANMAN, DA-JDUA અને આદિ કર્મયોગી અભિયાન સંદર્ભે રાજ્ય સરકારે કરેલી ઉત્તમ કામગીરી રજૂ કરી હતી.

આ ઉદ્ઘાટન પ્રસંગે સાબરમતી વોર્ડના કોર્પોરેટર શ્રી બાબુભાઈ રાણાલાંભા વોર્ડના કોર્પોરેટર શ્રીમતી જશોદાબેન અમલીયારઆદિજાતિ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.