Western Times News

Gujarati News

ઇકોનામિક સર્વેઃ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ઓલટાઇમ હાઇ

AI Image

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય અર્થવ્યવસ્થા પોતાની મજબુતીનું ઉદાહરણ ફરી એકવાર આપ્યું છે. ગુરૂવારે સંસદમાં રજુ કરવામાં આવેલા ઇકોનામિક સર્વેના અનુસાર ભારત ન માત્ર વિશ્વનું સૌથી મોટું રેમિટેંસ પ્રાપ્ત કરનારો દેશ બનવામાં સફળ રહ્યો છે પરંતુ વિદેશી મુદ્રા ભંડાર પણ ઓલટાઇમ હાઇ પર પહોંચી ચુક્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫માં ભારતને ટોટલ ૧૩૫.૪ અબજ ડોલરનું રેમિટેંસ મળ્યું. સર્વેની સૌથી મોટી વાત તે રહી કે હવે ભારત આવનારા પૈસામાં વિકસિત દેશોની હિસ્સેદારી વધી રહી છે. આ વાત પરથી જ ખ્યાલ આવે છે કે, વિદેશમાં ભારતીય સ્કિલ અને પ્રોફેશનલ વર્કર્સની માંગ અને કમાણી બંન્નેમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ૧૬ જાન્યુઆરી સુધી ૭૦૧.૪ અબજ ડોલરના લેવલને ટચ કરી ગયું.

આ ભંડાર દ્વારા સમગ્ર દેશ લગભગ ૧૧ મહિનાના આયાતને કવર કરી શકે છે. સાથે જ આ દેશના કુલ બાકી વિદેશી દેવાના ૯૪ ટકા હિસ્સા બરાબર છે. જેવુ તમે જાણો છો કે, વિદેશી મુદ્રા ભંડાક કોઇ પણ વૈશ્વિક આર્થિક સમસ્યા સામે પહોંચી વળવા માટે એક લિક્વિડિટી બફર પુરૂ પાડે છે.

ઇકોમિક સર્વે અનુસાર દક્ષિણ એશિયામાં ભારતની અંદર હ્લડ્ઢૈં માં જબરજસ્ત રીતે ઉછાળો આવ્યો છે. દેશ એ રોકાણ મામલે ઇન્ડોનેશિયા અને વિયેતનામને પણ પાછળ છોડી દીધા છે. ગ્રીનફિલ્ડ રોકાણની વાત કરીએ તો વર્ષ ૨૦૨૪ માં ૧ હજાર કરતા નવી યોજનાઓ સાથે ભારત વિશ્વમાં ચોથા સ્થાન પર રહ્યું. બીજી તરફ ડિજિટલ રોકાણ માટે વર્ષ ૨૦૨૦-૨૪ વચ્ચે ભારતમાં ૧૧૪ અબજ ડોલરનું સૌથી વધારે ડિજિટલ રોકાણ આવ્યું.

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલા રિપોર્ટમાં જણાવાયું કે, એક્સપોર્ટ વધારવા માટે મેન્યુફેક્ચરિંગ કોસ્ટને ઘટાડવી પડશે. ઇનોવેશન, પ્રોડક્ટિવિટીની સાથે દેશની કરન્સી અને અર્થવ્યવસ્થાને મજબુત બનાવી શકાય છે. એક તરફ વિશ્વના અનેક દેશો હાલ દેવાના બોજ તળે દટાયેલા છે ત્યારે ભારતની સ્થિતિ ખુબ જ સારી છે.

દેશ પર બહારની લોન અને જીડીપીનો રેશિયો માત્ર ૧૯.૨ ટકા છે, જે કુલ દેવાનાં માત્ર ૫ ટકા કરતા પણ ઓછું છે. વિદેશમાં વસતા ભારતીયો દ્વારા મોકલવામાં આવતા નાણાં, જેને ટેકનિકલ ભાષામાં ‘FDI’ કહેવામાં આવે છે, તે ભારતીય અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. વર્ષ ૨૦૨૫-૨૬ના ડેટા મુજબ, ભારતે રેમિટન્સના મામલે નવો ઈતિહાસ રચ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.