Western Times News

Gujarati News

ર ફેબ્રુઆરીએ BAPS મહંત સ્વામીના ૯રમાં જન્મજયંતિ મહોત્સવની વડોદરા ખાતે થશે ભવ્ય ઉજવણી

ગિનિસ વર્લ્ડ રેકોડ્‌ર્સ દ્વારા મહંત સ્વામીને અર્પણ કરાશે બહુમાનપત્ર

વડોદરા, તા.ર ફેબ્રુઆરી ર૦ર૬ સોમવારના દિવસે સાંજે પઃ૦૦થી ૮ઃ૦૦ વાગ્યા દરમિયાન બીએપીએસના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯રમો જન્મજયંતિ મહોત્સવ વડોદરામાં એપીએમસી માર્કેટ નજીક, નેશનલ હાઈવે-૪૮ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોડ્‌ર્સના અધિકારીઓ દ્વારા સ્વામીનું બહુમાન કરવામાં આવશે.

પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાÂત્મક અનુગામી તરીકે તેઓ બીએપીએસ સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના ૧૮૦૦થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યુજર્સીમાં સ્વામીનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા તેમણે સનાતક પરંપરાનો અભૂતપૂર્વ જયઘોષ કર્યો છે.

Vadodara, Gujarat: Motivational speaker Gyanvatsalya Swami says, “The 92nd birth anniversary of the spiritual guru of BAPS Swaminarayan Sanstha, Param Pujya Pragat Brahmaswarup Mahant Swami Ji Maharaj, will be celebrated grandly on 2nd February 2026. During his lifetime, Mahant Swami Ji Maharaj contributed greatly to individuals, families, and society. People used to write letters to him with personal, familial, business, and social queries. Remarkably, during his lifetime, he responded to over 550,000 such letters…”

મહંત સ્વામી મહારાજના ૯રમાં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સંસ્થા દ્વારા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાભ પાંચમના દિવસે ૧૪૦ ઔદ્યોગિક એકમોમાં સંસ્થાના બાળવિદ્ધાનો દ્વારા મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે ૧ર૯ર બાળ-બાલિકાઓ દ્વારા ર૯ર કૂંડ પર વિશ્વશાંતિયજ્ઞ, મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી વડોદરા સુધી ૯ર યુવાનો દ્વારા મહાલયાત્રા, મહારકતદાન કેમ્પ,

તેમજ બીએપીએસ મહિલા પ્રવૃત્તી અંતર્ગત ૭ર૦૦ જેટલી વિશિષ્ટ પ્રેરણા સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં હરિભકતો દ્વારા એક લાખ કરતા વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ સૌ ભાવિકોને મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મહોત્સવ સ્થળે અંદાજિત બે લાખ હરિભકતો ઉપરાંત દેશ-વિદેશના લાખો ભકતો-ભાવિકો આસ્થા ભજન ચેનલ અનેલાઈવ બીએપીએસ ઓઆરજી તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ કાર્યક્રમને માણી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.