Western Times News

Gujarati News

ભરણપોષણ માટે માતા-પિતાની અરજીમાં નીકળેલી નોટિસ સામે પુત્ર હાઇકોર્ટમાં

અમદાવાદ, સુરતના એક ચાટ્‌ર્ડ એકાઉન્ટ પાસેથી ભરણપોષણ માટે માતા-પિતાએ અરજી કરતાં તેને સત્તાધીશો તરફથી એક નોટિસ મળી હતી. જેના પગલે પુત્રે હાઇકોર્ટમાં નોટિસને પડકારતી અરજી કરી છે. જે અરજીમાં હાઇકોર્ટે તંત્રએ કાઢેલી નોટિસ પર હાલ સ્ટે આપ્યો છે અને વધુ સુનાવણી ફેબ્›આરીમાં રાખી છે.

સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વૃદ્ધ માતા-પિતાએ સિનિયર સિટીઝન એક્ટ, ૨૦૦૭ હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીમાં મોટા પુત્ર પાસેથી ભરણપોષણ માગતી અરજી કરી હતી. આ અરજી મેઇન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા સુરતના સામાજિક કલ્યાણ અધિકારી પાસે મોકલવામાં આવી હતી. ત્યારબાદ ૨૯મી ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ અધિકારીએ પુત્રને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો.

આ નોટિસને પડકારતાં મોટા પુત્રે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેની તરફથી દલીલ કરવામાં આવી હતી કે અધિકારી એ કાયદા હેઠળ નિર્ધારિત ટ્રિબ્યુનલ નથી. અધિનિયમની કલમ ૭ મુજબ મેઇન્ટેનન્સ ટ્રિબ્યુનલનું અધ્યક્ષપદ સબ-ડિવિઝનલ ઓફિસરથી નીચા દરજ્જાના અધિકારી પાસે હોઈ શકે નહીં.

રાજ્ય સરકારે અધિનિયમની કલમ ૧૮ હેઠળ જિલ્લા સામાજિક અધિકારીને મેઇન્ટેનન્સ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. જે ટ્રિબ્યુનલની કાર્યવાહી દરમિયાન માતા-પિતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. જો કે હાલના કેસમાં સમાધાન અધિકારીએ મેઇન્ટેનન્સ ટ્રિબ્યુનલ તરીકે વર્તન કરીને નોટિસ પાઠવી છે, જે તેના અધિકારક્ષેત્ર બહાર છે.

આ બાબત ટ્રિબ્યુનલના અધિકાર હેઠળ આવે છે અને અહીં નિયુક્ત અધિકારી ડેપ્યુટી જિલ્લા કલેક્ટર છે. હાઇકોર્ટે આ બાબતે અધિકારીને નોટિસ પાઠવીને ૨૭મી ફેબ્›આરી સુધી જવાબ માગ્યો છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પાઠવેલી નોટિસ પર આગામી મુદત સુધી સ્ટે આપ્યો છે. ઉલ્લેખનીય છે કે વૃદ્ધ દંપતીનો નાનો પુત્ર પણ ચાર્ટડ એકાઉન્ટટ છે.

જ્યારે એક પુત્રી પરિણીત છે. નાના દીકરા સામે કરેલી ભરણ પોષણની અરજી તેમણે પરત ખેંચી હતી. સુરતમાં થયેલી જુદી જુદી અરજીઓમાં જણાવાયું હતું કે મોટો પુત્ર ૧૦ હજાર અને નાનો પુત્ર ૨૦ હજાર રૂપિયા માસિક ભરણ પોષણ આપે. મોટા પુત્રે તેમના બીજા ઘર અને દાગીના ઉપર કબજો જણાવ્યો છે. સંતાનોનો ફક્ત માતાપિતાની સંપતિ ઉપર જ હક્ક નથી પરંતુ સંતાનની માતાપિતાની જાળવણી કરવાની ફરજ પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.