Western Times News

Gujarati News

બોર્ડર ૨ઃ બોક્સ ઓફિસ પર વર્લ્ડ વાઇડ ૩૦૦ કરોડનો આંકડો પાર કર્યો

મુંબઈ, સરહદ પર દુશ્યનો સામે લડતા વીર જવાનોની કહાની રજૂ કરતી ‘બોર્ડર ૨’એ દર્શકોની દિલને સ્પર્ષવામાં સફળ રહી છે. ૨૦૨૬ના પ્રજાસત્તાક દિવસ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મે ૨૩ જાન્યુઆરીએ જોરદાર ઓપનિંગ કર્યું હતું અને લાંબા વીકએન્ડ દરમિયાન શાનદાર કમાણી નોંધાવી હતી. જોકે, અઠવાડિયાના ચાલુ દિવસોમાં કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, છતાં ફિલ્મ સ્થિર ગતિ જાળવવાનો પ્રયાસ કરી રહી છે.

રિલીઝના એક અઠવાડિયા બાદ ટ્રેડ વેબસાઇટ સેકનિકના અહેવાલ મુજબ ‘બોર્ડર ૨’એ વર્લ્ડ વાઇડ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ‘બોર્ડર ૨’ ૧૯૯૭માં રિલીઝ થયેલી જે.પી. દત્તાની ‘બોર્ડર’ ફિલ્મની સ્પિરિચ્યુઅલ સીક્વલ મનાય છે.

સેકનિકના આંકડાઓ અનુસાર, અનુરાગ સિંહ દિગ્દર્શિત આ ફિલ્મે મંગળવારે ૧૧.૨૫ કરોડની કમાણી કરી હતી. આ આંકડો સોમવાર અને મંગળવારની કમાણીની સરખામણીમાં વધુ ઘટાડો દર્શાવે છે, કારણ કે તે દિવસોમાં ફિલ્મે અનુક્રમે ૨૦ કરોડ અને ૧૩ કરોડની કમાણી કરી હતી. ઓપનિંગ વીકએન્ડ દરમિયાન ફિલ્મે ભારતમાં ૧૬૦ કરોડથી વધુ કમાણી કરી હતી. હાલ ઉપલબ્ધ આંકડાઓ મુજબ, ભારતીય બજારમાં ‘બોર્ડર ૨’ની કુલ કમાણી ૨૨૪.૨૫ કરોડ સુધી પહોંચી ગઈ છે.ફિલ્મના શરૂઆતના આંકડાઓએ ૨૦૨૫ની બ્લોકબસ્ટર ‘ધુરંધર’ દ્વારા બનાવાયેલ રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો.

રણવીર સિંહની આ ફિલ્મ બોક્સ ઓફિસ સફળ રહ્યા બાદ ૩૦ જાન્યુઆરીએ ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે.હવે આંતરરાષ્ટ્રીય કમાણી પર નજર કરીએ તો, સની દેઓલ અભિનિત ‘બોર્ડર ૨’ની દિવસની કુલ વૈશ્વિક કમાણી ૩૦૮.૫ કરોડ પર પહોંચી છે. આમાંથી સ્થાનિક બજારનું કલેક્શન ૨૬૮.૫ કરોડ છે, જ્યારે વિદેશી બજારમાંથી ફિલ્મે ૪૦ કરોડની કમાણી કરી છે.૨૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ હિન્દી વર્ઝનમાં કુલ આૅક્યુપન્સી ૧૪.૫૨% રહી.

વિગતવાર જોઈએ તો, સવારના શોમાં ૬.૬૭% બૂકિંગ જોવા મળ્યું, જે બપોરે વધીને ૧૪.૨૩% થયું હતું. સાંજના શોમાં ટિકિટ બૂકિંગ ૧૭.૦૫% સુધી પહોંચ્યું અને રાત્રિના શોમાં ૨૦.૧૧% હાજરી નોંધાઈ હતી.હવે ‘બોર્ડર ૨’ને બોક્સ ઓફિસ પર નવી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રાની મુખર્જીની ‘મર્દાની ૩’ મોટા પડદા પર રિલીઝ થઈ ચૂકી છે. બોક્સ ઓફિસના આંકડાઓમાં હવે બદલાવ જોવા મળશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

આ ઉપરાંત, વિજય સેતુપતિની ‘ગાંધી ટોક્સ’ પણ આ શુક્રવારે સ્ક્રીન પર રિલીઝ થઈ છે. નવી રિલીઝ સાથે દર્શકો પાસે હવે એકથી વધુ વિકલ્પો ઉપલબ્ધ છે. શુક્રવારના આંકડા આવતા વીકએન્ડ અંગેની દિશા દર્શાવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.