15 એપ્રિલ સુધી સાબરમતી રેલવે સ્ટેશન પર નવા પ્રવેશ તથા નિકાસ દ્વારની વ્યવસ્થા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસનું કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે. સાબરમતી બીજી (ધરમનગર સાઇડ) તરફની નવી સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે જ્યારે અન્ય પુનર્વિકાસ કાર્યો પ્રગતિ પર છે.
યાત્રીઓની સુવિધા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાના ઉદ્દેશ્યથી 15 એપ્રિલ, 2026 સુધી આગમન તથા પ્રસ્થાન માટે નવા પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થા કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે:
1. પ્રસ્થાન કરનાર યાત્રીઓ માટે પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા
• પ્રવેશ દ્વાર: યાત્રીઓના વાહનોનો પ્રવેશ એમએમટીએસ બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીકથી કરવામાં આવી રહ્યો છે. (ડાયગ્રામમાં દર્શાવેલી ગ્રીન લાઇન મુજબ)
• યાત્રી નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ કરીને લિફ્ટ, એસ્કેલેટર તથા સીડીઓના માધ્યમથી સેકન્ડ ફ્લોર પરથી તમામ પ્લેટફોર્મ પર જઈ શકે છે.
• યાત્રીઓને ડ્રોપ કરવા આવતા વાહનો જૂના પ્રવેશ દ્વાર મારફતે બહાર નીકળી શકે છે.
2. આગમન કરનારા મુસાફરો માટે નિકાસ તથા પિક-અપ વ્યવસ્થા • નિકાસ દ્વાર : મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજની નજીકથી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. (ડાયગ્રામમાં દર્શાવેલી પર્પલ લાઇન મુજબ)
• આ જ સ્થાન પર યાત્રીઓ માટે પિક-અપ ઝોન પણ બનાવવામાં આવ્યો છે.
3. પાર્કિંગ સુવિધા • યાત્રીઓની સુવિધા માટે નિકાસ દ્વાર નજીક બે સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
4. પ્લેટફોર્મ કનેક્ટિવિટી • દરેક પ્લેટફોર્મ (PF-1 થી PF-7) બંને ફૂટ ઓવર બ્રિજથી કનેક્ટેડ છે. (હાલમાં PF-2 અને PF-3 પરથી ટ્રેનોનું સંચાલન પુનર્નિર્માણ કાર્યના કારણે બંધ છે)
5. નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં યાત્રી સુવિધાઓ • ગ્રાઉન્ડ ફ્લોર: અનારક્ષિત ટિકિટ બુકિંગ (UTS)
• ફર્સ્ટ ફ્લોર: આરક્ષિત ટિકિટ બુકિંગ (PRS)
• સેકન્ડ ફ્લોર: પ્રતીક્ષાલય
તમામ યાત્રીઓને વિનંતી છે કે તેઓ નવી ટ્રાફિક વ્યવસ્થા, સંકેતચિહ્નો તેમજ રેલવે, આરપીએફ અને રેલકર્મચારીઓ દ્વારા આપવામાં આવતાં સૂચનોનું પાલન કરે.
