દીકરીના લગ્નના 4 દિવસ પહેલા બિલ્ડર ગોળી મારી આપઘાતનો પ્રયાસ કેમ કર્યો?
(એજન્સી)અમદાવાદ, શહેરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ ગત મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. દીકરીના લગ્નની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાથી પરિવાર અને બિલ્ડર લોબીમાં ભારે શોક અને સન્નાટો વ્યાપી ગયો છે
સુરતમાં જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. બિલ્ડર તુષાર ઘેલાણીએ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર સહિત બિલ્ડર લોબીમાં શોકનો માહોલ ફેલાયો છે. દુખદ વાત એ છે કે, દીકરીના લગ્ન પહેલા જ પરિવાર પર આભ તૂટ્યું.
મોડી રાત્રે આશરે ૨ઃ૦૦ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. તુષાર ઘેલાણીએ પોતાના ઘરમાં જ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી માથાના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ સાંભળતા જ ઘરમાં સૂતેલા પરિવારના સભ્યો તરત જ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેમને જોતા જ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટના બાદ તુષાર ઘેલાણીને તાત્કાલિક ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રે ગોળીનો અવાજ સાંભળતા જ પરિવારના સભ્યો જાગી ગયા હતા અને દોડી આવ્યા હતા. તુષારભાઈને લોહીલુહાણ હાલતમાં જોતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન આગામી ૫ ફેબ્રુઆરીના રોજ હતા. આખું ઘર અને પરિવાર લગ્નની ધામધૂમ પૂર્વક તૈયારીઓમાં વ્યસ્ત હતું, ત્યારે અચાનક બનેલી આ ઘટનાથી ખુશીનો માહોલ ભારે શોકમાં ફેરવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
