Western Times News

Gujarati News

માતાના ખોળામાંથી બાળકીને લઈને ભાગ્યો વાનરઃ કૂવામાં જઈને ફેંકી દીધીઃ ડાયપરના કારણે જીવ બચ્યો

AI Image

(એજન્સી)જાંજગીરચોપા, છત્તીસગઢના જાંજગીર-ચોપા જીલ્લામાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહી વાનરે ૧પ દિવસની માસુમ બાળકીને તેની માતાના ખોળામાંથી ઉઠાવી કુવામાં જઈને ફેકી દીધી. આ ઘટના સિવની ગામની છે.

ગામમાં એક મહિલા તેની બાળકીને લઈને બેઠી હતી. ત્યારે અચાનક એક મોટો વાનર આવ્યો અને બાળકીને ઝપટ મારીને છીનવીને ભાગી ગયો. વાનર બાળકીએ લઈને ભાગ્યો અને ગામમાં આવેલા એક ખુલ્લા કુવામાં ફેકી દીધી.

જયાં સુધીમાં લોકોને કંઈ સમજાવય વાનર બાળકીને લઈને ભાગ્યો. મા ચીસો પાડવા લાગી તો આજુબાજુના લોકો દોડયા બાળકીની શોધ શરૂ કરી. કુવામાં અમુક લોકોએ જોયું તો તેમાં બાળકી પર તરતી દેખાતી. લગભગ ૧૦ મીનીટ સુધી બાળકી પાણીમાં જ રહી. ગામમાં અફરાતફરી મચી ગઈ. મોટી સંખ્યામાં લોકો કુવા પાસે આવી ગયા. અમુક લોકો દોરડા અને ડોલની મદદથી પાણીમાં ઉતર્યા અને બાળકોની હેમખેમ બહાર કાઢી.

લગભગ ૧૦-૧પ મીનીટ સુધી પાણીમાં રહેવાના કારણે બાળકી બેભાન થઈ ગઈ હતી. હકીકતમાં બાળકી પાણીની સપાટી પર તરતી હતી. તેનું કારણ ડાયપર હતું. માએ બાળકીને ડાયપર પહેરાવ્યું હતું. જેના કારણે તે પાણીમાં ડૂબી શકી નહી. ડાયપર તેના માટે લાઈફ જેકેટનું કામ કયું. આ જ કારણે બાળકીનું રેસ્કયુ પણ ઝડપી થઈ શકયું. જોકે બહાર આવ્યા બાદ બાળકી બેભાન હોવાથી પરીવારની હાલત ખરાબ થઈ ગઈ એ સમયે ગામની નર્સ ત્યાં આવી.

નર્સે બાળકીને સીપીઆર આપ્યું સીપીઆર આપતા જ બાળકીન શ્વાસ પરત આવ્યા. ત્યારે લોકોએ તેને પરીવારે રાહતનો શ્વાસ લીધો. ત્યાર બાદ તરત બાળકીને જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોકટરે જણાવ્યું કે બાળકીની હાલત હવે સ્થિર છ.ે યોગ્ય સમય પર તેનું રેસ્કયુ અને સીપીઆરના કારણે તેનો જીવ બચી શકયો.

હાલમાં બાળકી હોસ્પિટલમાં દાખલ છે. બાળકીની માએ જણાવ્યું કે, હું ખાલી બાળકીને ખોળામાં લઈને બેઠી હતી. અચાનક વાનર આવ્યો અને ઝપટ મારી બાળકીને લઈને ભાગી ગયો. બધું જ અચાનક થઈ ગયું ભગવાનનો આભાર કે દીકરી સુરક્ષીત છે. તો વળી ગ્રામજનોનું કહેવું છે કે વિસ્તારમાં વાનરનો આતંક વધી રહયો છે.જંગલમાં વૃક્ષો કપાતા માનવ વસવાટ તરફ વાનરો ઘુસી આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.