Western Times News

Gujarati News

હવે ભારત ઇરાનનું નહીં, વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ખરીદશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે હવેથી ભારત ઇરાન પાસેથી નહીં, પરંતુ વેનેઝુએલા પાસેથી ક્›ડ ઓઇલ ખરીદશે. દરમ્યાન વડાપ્રધાન મોદીએ શુક્રવારે વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે ટેલિફોન ઉપર વાત કરીને બંને દેશોના દ્વિપક્ષીય વેપારી સંબંધો મજબૂત કરવાની વાત કરી હતી જેથી ટ્રમ્પના દાવાની વિશ્વસનિયતા વધી જાય છે.

એરફોર્સ વન વિમાનમાં બેસીને ફ્લોરિડાના પામ બીચ જતી વખતે એરપોર્ટ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે પત્રકારોના એ પ્રશ્નના જવાબમાં આ મુજબનુ નિવેદન કર્યું જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે ચીને વેનેઝુએલાને જે જંગી લોન આપી છે તેના નાણાં ક્›ડ ઓઇલની ખરીદી કરીને વસુલ કરી શકશે?ક્›ડ ઓઇલના સોદામાં ચીનનું સ્વાગત છે, અમે તેની સાથે મોટો વેપારી સોદો કરીશું.

ભારત પણ હવે આ સોદામાં પ્રવેશી રહ્યું છે, અને તે પણ હવેથી વેનેઝુએલાનું ક્›ડ ઓઇલ ખરીદશે, કેમ કે તેના દ્વારા થતી ઇરાનના ક્›ડ ઓઇલની ખરીદીનો અમે સખત વિરોધ કર્યાે હતો.

અમે તેની સાથે તે મુજબની સમજૂતી કરી જ લીધી હતી એમ અમેરિકન રાષ્ટ્રપ્રમુખે ઉમેર્યું હતું.જો કે ટ્રમ્પના આ નિવેદન સામે ભારત સરકારે તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી નથી. ૨૦૧૯ સુધી ઇરાન પાસેથી ઓઇલ ખરીદનારા દેશોમાં ભારત ટોચના ક્રમે હતું, પરંતુ ત્યારબાદ અમેરિકાએ તેહરાન ઉપર વધુ આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા જેના પગલે ઇરાનથી થતી આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

અમેરિકાએ ઇરાન અને વેનેઝુએલા ઉપર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો ઝિંક્યા હતા અને આ પ્રતિબંધિત દેશો પાસેથી ક્›ડ ઓઇલની ખરીદી કરનારા દેશો ઉપર તેમની ખરીદી તાત્કાલિક બંધ કરવા ખુબ દબાણ ઉભું કર્યું હતું એવા સંજોગોમાં ટ્રમ્પે ભારત સંબંધિત આ નિવેદન કર્યું હોઇ તેનું મહત્વ અનેક ઘણું વધી જાય છે.

તાજેતરનાં વર્ષાેમાં ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે મળતા ક્›ડ ઓઇલની ખુબ મોટાપાયે ખરીદી કરી હતી અને રશિયા માટે તે સૌથી મોટો ઓઇલ ખરીદનાર દેશ બની ગયો હતો, પરંતુ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત અને ૫૦ ટકા ટેરિફ ઝીંક્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.