Western Times News

Gujarati News

રશિયાએ યુક્રેન પર ૨૦૨૬નો સૌથી મોટો હુમલો કર્યો, ૧૫ લોકોના મોત

કીવ, યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિની વાટાઘાટો વચ્ચે રશિયાએ કીવ શહેર પર ૨૦૨૬નો સૌથી મોટો હુમલો કર્યાે છે. નીપ્રોમાં રશિયન ડ્રોને એક બસને નિશાન બનાવીને હુમલા કર્યાે છે. યુક્રેની ઇમરજન્સી સેવાઓએ આપેલી વિગતો પ્રમાણે આ હુમલાના કારણે ૧૫ લોકોના મોત થયા છે.

હુમલામાં ૭ અન્ય લોકો ઘાયલ થયા અને ભયાનક આગ લાગી હોવાનું પણ જાણવા મળ્યું છે, જોકે, આગમાં કાબૂમાં લેવામાં આવી છે.યુક્રેનની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની ડીટેકએ જણાવ્યું કે આ બસ તેમની હતી.

કંપનીએ રશિયા પર નીપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારમાં ડીટેકની ખાણો પર મોટા પાયે આતંકવાદી હુમલો કર્યાંનો આરોપ લગાવ્યો છે. નીપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારની રાજધાની નીપ્રો છે.

આ હુમલો ૨૦૨૬નો સૌથી મોટો હુમલો છે. જેમાં ૧૫ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયાં છે. હુમલાઓમાંથી એકમાં કંપનીની બસ કેન્દ્રમાં હતી, જે નીપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારમાં શિફ્ટ પછી ખનિકોને લઈ જતી હતી.

તે વખતે હુમલો થયો અને બસમાં ભયાનક આગ લાગી ગઈ હતી.યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાતચીતનો બીજો દોર આગામી અઠવાડિયે અરબી દુબઈમાં થવાનો છે, પરંતુ શાંતિના વાટાઘાટો વચ્ચે આ હુમલો થયો છે.

ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુક્રેન નક્કર વાતચીત માટે તૈયાર છે અને યુદ્ધને પૂર્ણ કરવા માટેની વાત ચાલી રહી છે. પરંતુ તેવામાં રશિયાએ હુમલો કરીને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. શું હુમલાથી યુદ્ધ વચ્ચે શાંતિનો ભંગ થશે? પ્રશ્ન એ પણ છે કે શું હવે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિવાર્તા થશે?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.