Western Times News

Gujarati News

AMA દ્રારા “મેનેજીંગ બ્રાન્ડસ – યસ્ટર્ડે, ટુડે એન્ડ ટુમોરો” થીમ પર બ્રાન્ડ સમિટ ૨૦૨૬ યોજાઈ

Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા “મેનેજીંગ બ્રાન્ડસ – યસ્ટર્ડે, ટુડે એન્ડ ટુમોરો” થીમ પર બ્રાન્ડ સમિટ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ‘સુપરનોવા’ સપોર્ટ પાર્ટનર તરીકે અને ‘બ્રાન્ડ ક્લબ ગુજરાત’ આઉટરીચ પાર્ટનર તરીકે જોડાયા હતા. એએમએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતે સ્વાગત પ્રવચન આપ્યું હતું. શ્રી સોનાલ ડબરાલે (એવોર્ડ વિજેતા ક્રિએટિવ કન્સલ્ટન્ટ, પટકથા લેખક અને ફિલ્મ દિગ્દર્શક) મુખ્ય સંબોધન રજૂ કરતા બ્રાન્ડ બિલ્ડિંગમાં સ્ટોરીટેલિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. એએમએની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડૉ. જૈનિલ શાહે આ સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

Industry Experts Converge at AMA’s Brand Summit 2026 to explore the Evolution of Brand Management

“બ્રાન્ડ્સ: પેઢી દર પેઢી” વિષય પર પેનલ ડિસ્કશન યોજાયું હતું, જેમાં શ્રી નિર્મિત ભંડારી (ડાયરેક્ટર માર્કેટિંગ અને ઓવરસીઝ બિઝનેસ, વસંત મસાલા પ્રા. લિ.), શ્રી સૌરીન ફરકી (ડાયરેક્ટર, ફરકી), અને શ્રી દિશિત નથવાણીએ (ડાયરેક્ટર અને સીઈઓ, હાઉસ ઓફ ગુલાબ) પેઢી દર પેઢી બ્રાન્ડ્સમાં આવતા પરિવર્તનો વિશે ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન આઈએફબીના સ્થાપક શ્રી રિતમ ભટનાગર દ્રારા કરવામાં આવ્યું હતું.

શ્રી સુરેન્દ્ર પટેલ (વિઝનરી સ્પેસ ડિઝાઇનર, ક્યુરેટર અને વિશાલા વિચાર મ્યુઝિયમના સ્થાપક) અને મોડરેટર શ્રી શ્યામ પારેખે (પત્રકારત્વ શિક્ષક, લેખક અને ઉદ્યોગસાહસિક) “બ્રાન્ડ વારસાને જીવંત રાખવો” વિષય પર ચર્ચા કરી હતી, જેમાં આધુનિક સમયમાં વિરાસતના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

શ્રી વિભુ પુરી (ભારતીય દિગ્દર્શક, નિર્માતા, પટકથા લેખક અને ગીતકાર) અને શ્રી અભિષેક જૈને (નિર્માતા-દિગ્દર્શક અને સિનેમેન પ્રોડક્શનના સ્થાપક) “એડ ફિલ્મ મેકિંગ – આજના યુગમાં પડકારો અને તકો” વિષય પર સંવાદ કર્યો હતો.

પ્રો. અક્ષય વિજયલક્ષ્મી (એસોસિયેટ પ્રોફેસર ઓફ માર્કેટિંગ, આઈઆઈએમ અમદાવાદ) દ્રારા “અસરકારક માર્કેટિંગ માટે એઆઈ” વિષય પર વિષય પર ઊંડાણપૂર્વક સમજ આપી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે ડેટા અને ટેકનોલોજી ગ્રાહકો સાથેના જોડાણને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે.

“બ્રાન્ડ્સ ટુ શાર્ક્સ” પેનલ ડિસ્કશનમાં અગ્રણી સ્ટાર્ટઅપ સ્થાપકો સામેલ થયા હતા, જેમાં શ્રી સુલય લાવસી (સ્થાપક, બમર), શ્રી અનુશ્રી માલુ (સહ-સ્થાપક, નૂટજોબ), શ્રી ભૂપિંદર મદન (સ્થાપક, ઠેકા), શ્રી શનિ પંડ્યા (સ્થાપક અને સીઈઓ, ઇમેજિન પાવરટ્રી પ્રા. લિ.), અને શ્રી દેબોપ્રિયા ચક્રવર્તી (સીઈઓ, એન્ટ્રાપ્રેન્યોર બિઝનેસ ઇન્ક્યુબેટર)નો સમાવેશ થાય છે. આ સત્રનું સંચાલન શ્રી વૈશાલી મહેતા (સ્થાપક, જોયસ્પૂન)એ કર્યું હતું. આ પેનલે ઉભરતી બ્રાન્ડ્સને માર્કેટ લીડર બનાવવા માટેનો રોડમેપ પૂરો પાડ્યો હતો.

એએમએના વાઇસ પ્રેસિડેન્ટ અને અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મોહલ સારાભાઈએ સમાપન સત્ર અને આભાર દર્શન રજૂ કર્યું હતું અને પ્રોફેશનલ્સ માટેના મુખ્ય તારણો અને ભાવિ રોડમેપનો સારાંશ આપ્યો હતો. આ બ્રાન્ડ સમિટમાં બ્રાન્ડ મેનેજમેન્ટના બદલાતા પ્રવાહો અને ઉત્ક્રાંતિ પર ચર્ચા કરવા માટે સર્જનાત્મક વિચારકો અને સફળ ઉદ્યોગ સાહસિકો એકઠા થયા હતા. શ્રી સંજય ચક્રવર્તી (અધ્યક્ષ, એએમએ પબ્લિક રિલેશન્સ કમિટી) દ્રારા બ્રાન્ડ સમિટ ૨૦૨૬ની રૂપરેખા અને સંચાલન  કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.