Western Times News

Gujarati News

રહેમાને વિવાદ પછી કહ્યું મારી વાત લોકો સુધી પહોંચતા દુષિત થઈ ગઈ

દુનિયાની તકલીફ એ છે કે સંદેશ રસ્તામાં જ ભ્રષ્ટ થઈ જાય છે

તાજેતરમાં અદિતિ રાવ હૈદ્રી, વિજય સેતુપતિની ફિલ્મ ગાંધી ટોક્સ રિલીઝ થઈ છે, જે કિશોર પાંડુરંગ બેલેકરે ડિરેક્ટ કરી છે

મુંબઈ,ગયા મહિને બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કોમવાદી નિવેદનને લઇને સંગીતકાર એ આર રહેમાન વિવાદમાં ફસાયા હતા. તેણે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષાેમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડી વધુ કોમવાદી બની ગઈ છે. આ અંગે તેમણે સ્પષ્ટતા કરી છે કે લોકોએ તેમની વાતને ખોટી રીતે લીધી છે. રહેમાને એવું પણ કહ્યું કે ગણગણાટની રમતો ટીવી શો પર કેવી ભૂમિકા નીભાવે છે અને કઈ રીતે કોઈ વાત બદલાઇ જાય કે તેમાં કશુંક મિક્સ થઈ જાય, તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ હતું.

તાજેતરમાં એ.આર. રહેમાન કપિલ શર્માના શો પર આવ્યા હતા. જ્યાં તેણે આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું, “આ એક સારી પ્રક્રિયા છે, જે આપણને સમજાવે છે કે કઈ રીતે કોઈ માહિતિ ગેરસમજ સર્જી શકે છે. અલગ માનસિક સ્થિતિ, અલગ પ્રદેશ અને અલગ સંસ્કૃતિઓ. સંદેશ રસ્તામાં જ ભ્રષ્ટ થઈ જાય છે, એ દુનિયાની તકલીફ છે.”તાજેતરમાં અદિતિ રાવ હૈદ્રી, વિજય સેતુપતિની ફિલ્મ ગાંધી ટોક્સ રિલીઝ થઈ છે, જે કિશોર પાંડુરંગ બેલેકરે ડિરેક્ટ કરી છે અને આ સાયલન્ટ ફિલ્મમાં રહેમાને સંગીત આપ્યું છે.

તેમની સાથે તે કપિલના શોના મહેમાન બન્યા હતા. જેમાં તેણે લત્તા મંગેશકરના કસમ ખાઇને કહ્યું હતું કે તે સારા જવાબ જ આપશે. ફિલ્મના સંગીત વિશે તેમણે કહ્યું, “આ ફિલ્મમાં કોઈ ડાયલોગ નથી, તેમાં બસ સંગીતની ઉજવણી છે. કારણ કે તમારી પાસે સંગીત માટેની બધી જ સુવિધાઓ છે, પરંતુ ડર પણ લાગે છે કે લોકો શું વિચારશે. દરેક સુર પર લોકોનું ધ્યાન જશે. કિશોર પાંડુરંગ બેલેકર એવા ડિરેક્ટર છે, જેણે મને ક્યારેય આવીને કશું નેગેટીવ કહ્યું નથી, કે મને આ ન ગમ્યું. હું જે આપું એ એમણે લઈ લીધું છે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.