Western Times News

Gujarati News

સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’ સામે અપેક્ષાઓનો અંબાર

બોર્ડર ૨ ને ગદ્દર ૨ની સફળતા પછી ટ્રેડ એક્પટ્‌ર્સ માને છે કે સની દેઓલ અને રાજકુમાર સંતોષીની જોડી ક્યારેય નિષ્ફળ ગઈ નથી

મુંબઈ, સન્ની દેઓલની છેલ્લી બે બોલિવૂડ ફિલ્મ ‘ગદ્દર ૨’ અને ‘બોર્ડર ૨’ને બોક્સ ઓફિસ પર મળેલી સફળતાએ હવે તેની આવનારી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ સામે ઘણી અપેક્ષાઓ વધારી દીધી છે. ખુબ જાણીતા નાટક ‘જિસ લાહોર નઈ દેખ્યા’ પરથી બનતી આ ફિલ્મમાં સની દેઓલ અને રાજકુમાર સંતોષી ફરી એકબીજા સાથે કામ કરશે. આ પહેલાં તેમણે ઘાયલ, દામિની અને ઘાતક જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ આમિર ખાન પ્રોડ્યુસ કરે છે અને તેમાં તેનો એક લાંબો કેમિયો પણ જોવા મળશે.

આ ફિલ્મમાં સન્ની અને આમિર ઉપરાંત, પ્રિટી ઝીંટા, શબાના આઝમી અને અલી ફઝલ પણ મહત્વના રોલમાં છે. ત્યારે ટ્રેડ એક્સપર્ટ એકસુરે કહે છે કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઘણી સારી ચાલશે.આ ફિલ્મ અંગે અનુભવી ટ્રેડ એક્સપર્ટ તરન આદર્શ કહે છે, “એક લાંબા વિરામ પછી રાજકુમાર સંતોષી અને સની દેઓલ એકસાથે આવી રહ્યા છે. તેના કારણે તેમના પર ઘણા લોકોની નજર છે. મને રાજકુમાર સંતોષીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું કે આ તેમનો સૌથી મનપસંદ વિષય રહ્યો છે અને તેઓ લાંબા સમયથી આ ફિલ્મ બનવવા માગતા હતા.

જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારના વિષય પર કામ કરવા આતુર હોય, તો એ ફિલ્મમાં પણ દેખાશે. જ્યારે આ પ્રકારની ફિલ્મમાં આમિર પ્રોડ્યુસર હોય અને તે પણ પોતાના સલાહ સૂચન આપે તો રાજકુમાર સંતોષી સાથે તેની જોડી પણ ઘણી સફળ સાબિત થઈ શકે છે.”રાજકુમાર સંતોષી અને સન્ની દેઓલના ૧૦૦ ટકા સફળતાના ટ્રેક રેકોર્ડ વિશે તરણ આદર્શ કહે છે, “એમણે પહેલાં પણ હેટ્રિક આપી છે, તો આ વખતે પણ એ લોકો ચોગ્ગો મારે એવી અપેક્ષા છે.”જ્યારે કેટલાક સિનેમાનાં માલિક વિશેક ચૌહાણે જણાવ્યું, “રાજકુમાર સંતોષી અને આમિરની જોડીના કારણે ઘણા લોકો લાહોર ૧૯૪૭ની રાહ જોઈને બેઠાં છે.

તેઓ ક્યારે નિષ્ફળ ગયા નથી. દામિનીમાં સન્ની દેઓલનો માત્ર ૪૫ મિનિટનો રોલ હતો તેમ છતાં તે આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતી ગયો હતો. તો સન્ની દેઓલ માટે સારો રોલ રાજકુમાર સંતોષીથી સારો કોઈ ન આપી શકે, જે તેમના ડાયલોગ અને રોલને ઉંચાઈ પર લઈ જઈ શકે.” જ્યારે ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહન જણાવે છે, “રાજ કુમાર સંતોષી આપણી ઇન્ડસ્ટ્રીના સૌથી સારા કમર્શીયલ ફિલ્મ મેકર છે. તેમણે આ ફિલ્મ પર ઘણું વિચાર્યું હશ. જો આ ફિલ્મની સ્ટોરીમાં કંઈ ખાસ ન હોત તો આમિર તેને પ્રોડ્યુસ કરવા તૈયાર થયો ન હોત.

સાથે જ સન્ની દેઓલને મનાવવો પણ સહેલો નથી. તેથી ઘણી અપેક્ષાઓ છે.”જ્યારે ડિસ્ટ્રીબ્યુટર અને રાજ બંસલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મને પણ ઘણું સારું ઓપનિંગ મળશે. “જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલશે, તો તમને સન્ની દેઓલ ફરી એક વખત એક અલગ સ્તર પર જોવા મળશે. કારણ કે આ કોઈ સામાન્ય એક્શન મસાલા ફિલ્મ નથી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે સન્ની દેઓલ ગુસ્સો કરે અને બરાડા પાડે તો જ ફિલ્મ સફળ થાય છે. પણ લાહોર ૧૯૪૭ એ પ્રકારની ફિલ્મ જ નથી. તેથી સની માટે પણ આ ફિલ્મની સફળતા મહત્વની છે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.