ગોંડલમાં જૂની અદાવત રાખીને રિક્ષાને આગ ચાંપી
બે જૂથની માથાકૂટ લોહિયાળ બને તે પહેલાં પોલીસની કડક કાર્યવાહી
ગોંડલ, શહેરના નાની બજાર વિસ્તારમાં રહેતા સાદીકભાઈ આદમભાઈ મીઠાણી નામના રિક્ષાચાલકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ભાઈની રિક્ષા ચલાવે છે. ફરિયાદ અનુસાર સાદીકભાઈ ગઈકાલે બપોરના સમયે પોતાની રિક્ષાને ડૉ.બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે પાર્ક કરી કામ અર્થે રાજકોટ ગયા હતા.
રાત્રે પરત ફર્યા ત્યારે તેમની રિક્ષા સંપૂર્ણ રીતે સળગેલી હાલતમાં મળી આવી હતી. બનાવ અંગે ફરિયાદમાં ત્રણ શખ્સોના નામ આપ્યા છે જેમાં શોએબ મામનભાઈ, પીંજારો અને સિકંદર ઉર્ફે સીકલો સલીમભાઈ શેખનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મુખ્ય આરોપી સિકંદર ઉર્ફે સિકલા સાથે સાદીકભાઈને આશરે દોઢ વર્ષ પહેલાં કોઈ બાબતે ઝઘડો થયો હતો.
આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ મોકો જોઈ રીક્ષા પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. બીજી બાજુ અકરમ ઈલ્યાસ કાદરી નામના યુવાને જણાવ્યું કે, રાત્રીના હું રોમા ટોકીઝના ચોકમાં ઊભો હતો ત્યારે મિલો, લાલિયો, બોડીગાર્ડ અને એક અજાણ્યો શખ્સ ક્રેટા કારમાં આવી અને ઉપાડી ગયા હતા
ત્યાં આવાસ ક્વાર્ટરમાં સાજલો પણ હાજર કહતોમને નાક ઉપર મૂક્કા મારતા હું બેશુદ્ધ થઈ ગયો હતો. બાદમાં આ શખ્સોએ મને માર મારી માથાના વાળ કાપી નાંખ્યા હતા તેવા આક્ષેપો કર્યા હતા જે બાબતે પોલીસ ફરિયાદ થઈ નથી.
